મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ મોરબી-વાંકાનેર હાઇવે ઉપર બાપા સીતારામ મઢુલી પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ ક્રોસ કરતાં આધેડનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતો યુવાન કામ છોડીને વતનમાં ન જઈ શકતા ભર્યું અંતિમ પગલું


SHARE











વાંકાનેરના ઢુવા પાસે કારખાનાના કવાર્ટરમાં રહેતો યુવાન કામ છોડીને વતનમાં ન જઈ શકતા ભર્યું અંતિમ પગલું

વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેના વતનમાં જવું હતું પરંતુ પોતાના વતનમાં કોઈ કામ ધંધો ન હોય અહીંથી મૂકીને જઈ શકતો ન હતો અને છેલ્લા દિવસોથી તે પેટમાં અસહ્ય દુખાવો રહેતો હોય ગુમસુમ રહેતો હતો દરમિયાન કંટાળીને તેણે પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા પાસે આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં લેબર કોલોનીમાં રહેતો અને મજૂરી કામ કરતો મુન્નાભાઈ કમલસિંહ ભુરીયા (18) નામનો યુવાન લેબર ક્વાર્ટરમાં હતો ત્યારે ત્યાં તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જયદીપભાઇ ભીમાભાઇ છત્રોલા રહે. રવાપર રોડ પનારા શેરી મોરબી વાળાએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી. વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનને અહીં કામ કરવું ન હોય કામ મૂકીને પોતાના વતનમાં જવું હતું પરંતુ પોતાના વતનમાં કોઈ કામ ધંધો ન હોય કામ મૂકીને જઈ શકતો ન હતો અને છેલ્લા બે દિવસથી તેને પેટમાં અસહ્ય દુખાવો હતો અને ગુમશુમ રહેતો હતો દરમિયાન તે યુવાનને લાગી આવતા તેના પોતાના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળાફાંસો ખાઈને અંતિમ પગલું રી લીધેલ છે.

10 બોટલ દારૂ ઝડપાયો

મોરબી તાલુકાના પીપળી ગામે મનીષ કાંટાની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 10 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1,000 ની કિંમતના દારૂના જથ્થા સાથે લખનભાઈ શિવપ્રસાદ વર્મા (33) રહે. મૂળ એમપી હાલ રહે. ગોકુલ કોમ્પલેક્ષ બેલા ગામ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.






Latest News