ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને શોપિંગ મોલમાં ઘૂસીને યુવાનને માર માર્યો: દંપતી સહિત ત્રણને મારી નાખવાની ધમકી


SHARE











હળવદના વેગડવાવ ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખા રાખીને શોપિંગ મોલમાં ઘૂસીને યુવાનને માર માર્યો: દંપતી સહિત ત્રણને મારી નાખવાની ધમકી

હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતી મહિલાના પતિ સાથે દોઢ મહિના પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખીને ત્રણ શખ્સો તેઓના શોપિંગ મોલમાં આવ્યા હતા અને ત્યાં મહિલા તથા તેના પતિ અને દિયર સાથે બોલાચાલી કરી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતિ મુજબ હળવદ તાલુકાના જુના વેગડવા ગામે સ્વામિનારાયણ નગરમાં રહેતા હંસાબેન રણછોડભાઈ ચાવડા (35)વિપુલભાઈ કરણાભાઈ સુરેલા, સંજયભાઈ કરણાભાઈ સુરેલા અને રાજદીપસિંહ ઉર્ફે ભૂરો છોટુભા ઝાલા રહે. બધા જૂના વેગડવા વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓને દોઢ એક મહિલા પહેલા તેના પતિ સાથે બોલાચાલી થઈ હતી તે બાબતનો ખા રાખીને જુના વેગડવા ગામે આવેલા તેઓના શ્રીહરિ શોપિંગ મોલમાં ત્રણેય આરોપીઓ આવ્યા હતા અને ત્યાં ફરિયાદી તથા તેના પતિ અને દિયર સાથે બોલાચાલી અને માથાકૂટ કરી હતી અને ત્યારબાદ ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News