ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસે હોટલમાં અગાઉ થયેલ રેડની તપાસ માટે SMC ના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા: ગુપ્ત તપાસના અંતે ધડાકો થવાના સંકેત


SHARE











ટંકારાના લજાઈ પાસે હોટલમાં અગાઉ થયેલ રેડની તપાસ માટે SMC ના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમના ધામા: ગુપ્ત તપાસના અંતે ધડાકો થવાના સંકેત

મોરબી જિલ્લાના લજાઈ ગામ પાસે આવેલ હોટલમાં થોડા સમય પહેલા સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી અને જે તે સમયે આ રેડ ની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા હતા અને આ રેડની તપાસ ગુજરાતના પોલીસ વડા દ્વારા એસએમસીને સોંપવામાં આવેલ છે જેથી કરીને ગઇકાલે એસએમસીના એસપી નિર્લિપ્ત રાય સહિતની ટીમ કમ્ફર્ટ હોટલે પહોંચી હતી અને જે રૂમની અંદર જુગારની રેડ થઈ હતી તે સહિતની બાબતોની ગુપ્ત તપાસ કરવામાં આવી છે. અને નિવેદનો પણ લેવામાં આવેલ છે જેથી કરીને આગામી દિવસોમાં ગુપ્ત તપાસના અંતે ધડાકો થવાના સંકેત મળી રહ્યા છે.

ટંકારાના લજાઈ પાસે આવેલ કમ્ફર્ટ હોટલના રૂમમાં જુગારની રેડ કરી હતી ત્યારે પ્લાસ્ટિકના ટોકન રાખીને જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા અને તેની રોકડ રકમ ગાડીમાં રાખી હતી જેથી કરીને પોલીસે ૧૨ લાખ રોકડા તેમજ અન્ય મુદામાલ મળીને ૬૩.૧૫ લાખનો મુદામાલ કબજે કરેલ હતો અને આરોપી ગોપાલભાઈ રણછોડભાઈ સભાડ, ચીરાગ રસીકભાઈ ધામેચા, રઘુવીરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, રવિ મસુખભાઈ પટેલ, વિમલભાઈ રામજીભાઈ પટેલ, ભાસ્કરભાઈ પ્રભુભાઈ પારેખ, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ, શૈલેષભાઈ ગંગદાસભાઈ ઠુમ્મર અને નિતેષભાઈ નારણભાઈ ઝાલરીયાને પકડવામાં આવેલ હતા અને રજનીકાંત ભરતભાઈ દેત્રોજા રહે. ચિત્રકુટ સોસાયટી મોરબી વાળાને પકડવાનો બાકી હતો.

જો કે, પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનુ નામ ખોટું આપેલ છે જેથી કરીને તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ હોય ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરીને પોલીસ એ કાર્યવાહી કરી હતી જોકે હોટલની અંદર કરવામાં આવેલ જુગારની રેડને લઈને અનેક સવાલો ઉભા થયા હતા અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ કરવામાં આવી હતી જેથી કરીને આ બાબતની તપાસ જે તે સમયે રેન્જ આઇજી દ્વારા લીંબડીના ડીવાયએસપીને સોંપવામાં આવી હતી.

જોકે ગુજરાતના પોલીસ વડા દ્વારા આ ચકચારી જુગારની રેડ બાબતે એસએમસીને તપાસ સોંપવામાં આવી હોય ગઇકાલે બપોરે 11 વાગ્યથી એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરીયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલ ખાતે પહોંચ્યો હતો અને સતત 9 કલાક સુધી જુદી જુદી બાબતોની તપાસ કરવામાં આવી હતી અને હાલમાં એસએમસીની ટીમે જે ગુપ્ત તપાસ કરેલ છે તેનો રિપોર્ટ ગુજરાત પોલીસ વડાને સોંપવામાં આવશે. તેવું અધિકારી સૂત્ર પાસેથી જાણવા મળેલ છે અને ગુપ્ત તપાસના અંતે કમ્ફર્ટ હોટલના રૂમમાં કરવામાં આવેલ જુગારની રેડમાં મોટો ધડાકો થવાના સંકેત હાલમાં મળી રહ્યા છે.






Latest News