મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ પંથકમાંથી ખાણ ખનીજની ટીમે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પર પકડ્યા


SHARE







હળવદ પંથકમાંથી ખાણ ખનીજની ટીમે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પર પકડ્યા

મોરબી જીલ્લાના હળવદ તાલુકામાં રેતીની બેફામ ચોરી કરવામાં આવે છે ત્યારે મોરબી જિલ્લા ખાણખનિજ વિભાગની ટીમે રેડ કરીને હાલમાં ત્રણ ડમ્પર ઝડપી લીધેલ છે અને ત્રણેય વાહનને હળવદ પોલીસે મથકે મૂકવામાં આવેલ છે અને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે.

મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં ખનીજ ચોરીની ફરિયાદ ઉઠી રહી છે ત્યારે હવે ખાણ ખનીજ વિભાગની ટીમ જુદાજુદા વિસ્તારમાં કાર્યવાહી કરી રહી છે અને આજે બપોર પછી  મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં રેડ કરવામાં આવી હતી ત્યારે રેતીની હેરફેરી કરતાં ત્રણ ડમ્પરને પકડવામાં આવેલ છે અને કુલ મળીને ૫૦ લાખનો મુદામાલ હળવદ પોલીસ મથકે મૂકવામાં આવેલ છે અને વાહનના માલિકો પાસેથી દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે. વધુમાં માહિતી આપતા મોરબી જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રી જે.એસ.વાઢેરે જણાવ્યુ હતુ કે, હળવદ પંથકમાં સાદી રેતી ખનીજનું ગેરકાયદેસર વાહન કરનાર ત્રણ ડમ્પર હાલમાં પકડવામાં આવે લ્ચે અને કુલ મળીને ૫૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. અને આવી જ રીતે જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં કામગીરી ચાલુ જ રાખવામા આવશે.






Latest News