મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે વાડીના પગ લપસતા કૂવામાં પડી જવાથી મહિલાનું મોત: મોરબીના રોયલ પાર્કમાં રહેતા યુવાનનું મોત


SHARE







ટંકારાના હડમતીયા ગામે વાડીના પગ લપસતા કૂવામાં પડી જવાથી મહિલાનું મોત: મોરબીના રોયલ પાર્કમાં રહેતા યુવાનનું મોત

ટંકારા તાલુકાના હડમતીયા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની મહિલા કૂવામાંથી પાણી ભરતા સમયે પગ લપસતા કૂવામાં પડી હતી જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી તે મહિલાનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના હડમતીયા ગામની સીમમાં મનસુખભાઈ સીતાપરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મુન્નાભાઈ બારેલાના પત્ની ફીરકીબેન મુન્નાભાઈ બારેલા (19) વાડીએ હતા ત્યારે ગઈકાલે સવારે 10:00 વાગ્યાના અરસામાં કૂવામાંથી પાણી ભરતા હતા ત્યારે પગ લપસવાના કારણે તેઓ કુવામાં પડી ગયા હતા અને પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મોત નીપજયું હતુ ત્યારબાદ તેને તાત્કાલિક ખાનગી વાહનમાં ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મૃતક મહિલાનો લગ્ન ગાળો એક વર્ષનો છે અને તેને બે માસનો એક દીકરો છે જો કે, અકસ્માતના બનાવના કારણે માસુમ બાળકે માતાની છત્રછાયા ગુમાવેલ છે

યુવાનનું મોત

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં રહેતા કેતનભાઇ હરિભાઈ મેરજા (37) નામનો યુવાન ઘરે હતો ત્યારે તબિયત બગડી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં પ્રાથમિક સારવાર ચાલુ હતી દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News