ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના માનસર ગામે ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું ડીડીઓના હસ્તે લોકાર્પણ થયું


SHARE











હળવદના માનસર ગામે રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડીનું ડીડીઓ જે.એસ. પ્રજાપતિના હસ્તે લોકાર્પણ થયું

મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના હસ્તે હળવદ તાલુકાના માનસર ગામે એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા રૂ. ૨૦ લાખના ખર્ચે નિર્મિત આંગણવાડી કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશન દ્વારા માનસર ગામે રૂ. પાંચ કરોડ કરતાં વધુના ખર્ચે પાણીની વિતરણ વ્યવસ્થા, સિવેજ લાઇન્સ, સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સ્વિપિંગ મશીન, સીસીટીવી કેમેરા સહિતની અદ્યતન સુવિધાઓથી ગામને સજ્જ કરવામાં આવ્યું છે. આ તમામ વ્યવસ્થાઓનું હાલમાં ગ્રામ પંચાયતના વડપણ હેઠળ ગ્રામ વિકાસ સમિતિ દ્વારા સંચાલન કરવામાં આવી રહેલ છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં એલ. એસ. ગોહિલ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર ગટોરભાઈ ગોહિલ, હળવદ તાલુકા વિકાસ અધિકારી, એમ.કે. સિંધવ, જિલ્લા આંકડા અધિકારી સંદીપ પટેલ, આંકડા મદદનીશ અમૃતલાલ સંઘાણી, પ્રાથમિક શાળાના આચાર્ય, ગામના સરપંચ તેમજ ગ્રામ વિકાસ સમિતિના સભ્યઓ, ગામ આગેવાનઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.






Latest News