મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

હળવદના લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા ભાજપના આગેવાન સહિત ૧૮ પકડાયા: પંકજ ગોઠી અને નિલેશ ગામીને પકડવા તજવીજ


SHARE











હળવદમાં આવેલ લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ભાજપના આગેવાન સહિત કુલ મળીને ૧૮ આરોપીઓને રોકડ ૨,૦૨,૧૦૦ સાથે ઝડપી લેવામાં આવેલ છે અનો બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

હળવદના પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે હળવદ પોલીસ સ્ટાફ દ્વારા લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં રેઇડ કરી હતી ત્યારે ત્યાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાનું સામે આવ્યુ હતુ જેથી પોલીસો સ્થળ ઉપરથી ભરતભાઈ હરખાભાઇ વઢરેકીયા રહે. કડિયાણા, અલાઉદીન મહમદભાઈ ચૌહાણ રહે. કણબીપરા હળવદ, મહેબુબભાઇ નથુભાઇ સિપાઇ રહે. સીયદ વાસ ગૌરી દરવાજે હળવદ, જાકીર દાઉદભાઇ ચૌહાણ રહે. મોટા ફળીયા હળવદ, મોસીનભાઈ હબીબભાઈ ચૌહાણ રહે. જંગરીવાસ હળવદ, ઇરફાનભાઈ યુનુસભાઇ રાઠોડ રહે જંગરીવાસ  હળવદ, દિવ્યેશભાઇ કિશોરભાઈ જેઠલોજા રહે. પિપળી, વલ્લભભાઈ સુંદરજીભાઈ પટેલ (ભાજપ આગેવાન) રહે. રાતાભેર ગામ હળવદ, રશીદ જુમાભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે ગેબનશાહ પીરની દરગાહ પાસે મોરબી, ફૈયાઝ યાકુબભાઇ ભટ્ટી રહે. મૌચીબજાર ખત્રીવાડ હળવદ, શબ્બીરભાઈ જુસકભાઈ ચૌભણ રહે. જુના બસ સ્ટેશન પાસે જોન્શનગર લાતી પ્લોટ મોરબી, તોહીદ અજીતભાઇ ચૌહાણ રહે. જુના બસ સ્ટેશન પાસે, જોન્શનગર, મોરબી, રજાક અકબરભાઇ ભટ્ટી રહે. જંગરીવાસ હળવદ, જાવીદ અબ્દુલભાઇ ચૌહાણ રહે. મહેન્દ્રપરા મોરબી, ઈમરાન હનિફભાઇ ભટ્ટી રહે. નવા ડેલા રોડ રોડ, રાવલ શેરી, મોરબીમ શિરાઝ સલેમાનભાઇ કેડા રહે. કાલીકા પ્લોટ નર્મદા હોલ પાસે, મોરબી, અસલમભાઇ સલીમભાઇ ચાનીયા રહે. કાલીકા પ્લોટ શેરી નં.૦૨, મોરબી અને સલીમભાઇ જુમાભાઇ ચૌહાણ રહે. મોરબી જૂના બસ સ્ટેશન પાસે, નવા ડેલા રોડ, મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી ૨,૦૨,૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને નિલશે ધનજીભાઈ ગામી રહે. મોરબી તેમજ પંકજ ચમનભાઈ ગોઠી રહે. હળવદ વાળાના નામ સામે આવેલ છે જેથી કરીને તે બંનેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે આ કામગીરી પીઆઇ આર.ટી.વ્યાસની સુચના મુજબ સ્ટાફના દિનેશભાઇ હનાભાઇ બાવળીયા, મનહરભાઇ મેરાભાઈ સદાદીયા, વિપુલભાઈ સુરેશભાઇ ભવાડીયા, દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા, યુવરાજસિંહ નિરુભા જાડેજા, ભરતભાઇ નરશીભાઇ તારબુંદીયા મનોજભાઈ ગોપાલભાઈ પટેલ વિગેરેએ કરેલ છે.




Latest News