મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં ઉલટીઓ થયા બાદ યુવાનનું મોત


SHARE













મોરબીમાં ઉલટીઓ થયા બાદ યુવાનનું મોત

મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલની સામેના ભાગમાં શક્તિપરામાં રહેતા યુવાનને ઉલટીઓ થવા લાગી હતી જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ વૈભવ હોટલની સામેના ભાગમાં શક્તિપારમાં રહેતા ભુપતભાઈ અવચરભાઈ વરેકિયા (36) નામના યુવાનને રાત્રિના સમયે ઊલટીઓ થવા લાગી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિજન પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે. વધુમાં પોલીસ સૂત્ર પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન  અપરણિત છે અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાત ચલાવતો હતો દરમિયાન તેને ઉલટીઓ થવા લાગતા સારવાર મળે ત્યારે પહેલા તેનું મોત નીપજ્યું હતું જેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામ પાસે આવેલ ટ્રાન્સપોર્ટની ઓફિસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં આસિફ સાબા (19) નામના યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસને બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News