મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







હળવદ નજીક બાઇકને હડફેટ લઈને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત: ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધાયો

હળવદના શક્તિનગર નજીક ખાનગી બસના ચાલકે બાઇકને પાછળથી હડફેટે લેતા ત્રણ યુવાનોને ઇજા થયેલ હતી જેથી કરીને ત્રણ પૈકીનાં એક યુવાનનું મોત નીપજયું છે અને બે યુવાનોને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને આ બનાવ બાદ રોષે ભરાયેલ લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં હળવદ પોલીસે ઇજા પામેલ યુવાનની ફરિયાદ લઈને ખાનગી બસના ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં સુખપર ગામે રહેતા રવિરાજસિંહ ઘેલાભાઈ લિંબોલા (20)એ હાલમાં ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલા શક્તિનગર પાસે સુખપર ગામની નદીના પુલ નજીક રોડ ઉપર ફરિયાદીના બાઇક ઉપર તે તથા નિલેષ ઉર્ફે ખેંગાર દાજીભાઈ રાઠોડ (17) અને અનિલ વિહાભાઈ લોદરિયા (18) જઈ રહ્યા હતા ત્યારે પાછળથી તેના બાઇકને ખાનગી બસ નંબર એ.આર. 1 ટી 2365 ના ચાલકે ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ત્રણેય યુવાનોને ઇજા થયેલ હતી જેમાં ફરીયાદીને કપાળે ચાર ટાંકા આવ્યા હતા અને હાથે તેમજ પગે મુંઢ ઇજા થયેલ હતી તો સાહેદ અનિલ (18) ને સાથળ, ગુપ્ત ભાગે અને કમરે ગંભીર ઇજા થઈ હતી અને નિલેશભાઇ દાજીભાઇ રાઠોડ (17)ને માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને અકસ્માત બાદ લકઝરી બસનો ચાલક તેની બસ મુકી ભાગી ગયો હતો જેથી કરીને રોષે ભરાયેલા લોકોએ ખાનગી બસમાં તોડફોડ કરી હતી. હાલમાં ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ખાનગી બસના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News