મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ


SHARE







હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ

હળવદમાં સરકારી જગ્યા પર દબાણ કરીને ગેરકાયદે નોનવેજનું વેચાણ કરવામાં આવે છે જેથી કરીને નોનવેજનું વેચાણ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા પાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે.

હળવદ અસ્મિતા મંચ દ્વારા પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, હળવદની સ્થાપનાથી હમણાં સુધી કોઈપણ જાહેર સ્થળે નોનવેજ માંસ-મટનનું વેચાણ કરવામાં આવતું ન હતું જો કે, છેલ્લા વર્ષોમાં લારીમાં માંસ મટન અને માંસાહારનું વેચાણ કરવામાં આવી રહ્યું છે અને સરકારી જમીન ઉપર દબાણ કરીને નોનવેજનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. અને શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર મરઘીના ઈંડા ફેંક્યા હતા અને બે દિવસ પૂર્વે હળવદની બજારમાં સંગીતા પાન પાસે કોઈ પશુના માંસના ટુકડા જાહેરમાં ફેંકી ગયું હતું જેથી લોકોની લાગણી દુભાઈ છે માટે શહેરમાં ગેરકાયદે ચાલતા નોનવેજના હાટડા તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે અને સરકારી જમીનને દબાણ મુક્ત કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.






Latest News