મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદમાં ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી


SHARE







હળવદમાં ઓફિસ પાસે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી

હળવદમાં આવેલ જૂની મામલતદાર કચેરી સામે ઓફિસ પાસે યુવાને બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સી સોણોજીયા (25) નામના યુવાને વાહન ચોરીની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, હળવદમાં આવેલ જૂની મામલતદાર કચેરી સામે જય વેલનાથ ઓફિસ પાસે તેને પોતાનું બાઈક નંબર જીજે 36 ડી 1668 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી 15,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ અત્યારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબી નજીકના નવા સાદુકા ગામે રહેતા હંસાબેન રમેશભાઈ પુરબીયા (45) અને તેના દીકરી કાજલબેન રમેશભાઈ પુરબીયા (22)ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ અશ્વિનભાઈ જાપડિયા દ્વારા કરવામાં આવી હતી






Latest News