મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના મુઠ્ઠી ઉંચેરા ઓરેવા પરિવારના મોભી તરીકે જયસુખભાઈ પટેલના સન્માને આવકારતો પાટીદાર સમાજ


SHARE











મોરબીના મુઠ્ઠી ઉંચેરા ઓરેવા પરિવારના મોભી તરીકે જયસુખભાઈ પટેલના સન્માને આવકારતો પાટીદાર સમાજ

મોરબી નજીક લજાઈ પાસે બનાવવામાં આવેલ સંસ્કાર ધામ માટેના જમીનના દાતા અને સમાજના શ્રેષ્ઠી તરીકે સન્માન ઓરેવા પરિવારના મોભી તરીકે જયસુખભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષો સુધી સમાજ સેવા કરવા બદલ પાટીદાર રત્ન અને રાજરૂશ્રી જેવા માનભર્યા શ્રેષ્ઠ કિતાબો ઓ.આર.પટેલને મળ્યા હતા તેમજ સૌરાષ્ટ્રના પાટીદારોના સર્વોચ્ચ ટ્રસ્ટ ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસરના વર્ષો સુધી પ્રમુખ, વિજાપુરા વિદ્યા સંકુલ શિક્ષણના પ્રમુખ, શ્રીકડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબીના પ્રમુખ, સંકટ નિવારણ એજ્યુકેશન ટ્રસ્ટ ભરતનગર અને ટંકારાના પ્રમુખ, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ઉપપ્રમુખ, ફિલ્ડ માર્શલ ઓરપેટ કન્યા છાત્રાલય રાજકોટના ટ્રસ્ટી, કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન મોરબીના ઉપપ્રમુખ, સદભાવના ચેરીટેબલ હોસ્પિટલ મોરબીના પ્રમુખ સહિત અનેક સંસ્થાના હોદાઓ સંભાળેલ હતા અને પાટીદાર સહિત તમામ સમાજની ચિંતા કરી હતી જેથી કરીને સ્વર્ગસ્થ ઓ.આર.પટેલના પરિવારના મોભી તરીકે જયસુખભાઇ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું જે સન્માને પાટીદાર સમાજે આવકરેલ છે.

ઉમિયા માતાજી સમૃદ્ધિ યોજનામાં જેમને કરોડો રૂપિયાની ધન રાશી અર્પણ કરેલ હતી. એવા ઓ.આર.પટેલ અને અજંતા ઓરેવા અને ઓરપેટ ગ્રુપએ શબ્દો એકબીજાના પર્યાય ગણાય અજંતાના ડંકા વિશ્વભરમાં વાગે છે. કહેવાય છે કે સમય બાદશાહ છે પરંતુ  ઓ.આર.પટેલ સમયના પણ સમ્રાટ હતા. અજંતા કંપનીએ ઘડિયાળ, કેલ્ક્યુલેટર, ટેલીફોન ઈસ્ત્રી, ઓવન, બ્લેન્ડર ફેન, પાવરસેવર લેમ્પ, ટ્યુબલાઈટ એજ્યુકેશનલ ટોયઝ અને ઈ-બાઈક જેવા ઉપકરણોના ઉત્પાદન કર્યું છે અને તેમાં મોખરાનું સ્થાન પણ લીધેલ છે. દેશના સૌથી મોટા એક્સપોર્ટના એવોર્ડ મેળવનાર અજંતા ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની ઉપરાંત અજંતા,ઓરપેટ અને ઓરેવાની પ્રોડક્ટ વિશ્વના પૂરા 50 દેશોમાં  એક્સપોર્ટ થાય છે.

ઓ.આર.પટેલ પણ એક નહીં આઠ પહેલના આદમી વિદ્યાર્થી ખેડૂત, શિક્ષક, સૈનિક, ઉદ્યોગપતિ, સમાજ સેવક, પર્યાવરણ પ્રેમી અને ભામાશા ઉપરોક્ત શબ્દમાં કોઈ પદ કે પદક નથી વિશેષણો છે અને તેઓ જાત ઘસીને જીવન ઉજડું કર્યું હતું ત્યારે ઓ.આર.પટેલના વારસાને આગળ વધારતા એમના મોટા દીકરા પ્રવીણભાઈ પટેલ અને નાના દીકરા જયસુખભાઈ પટેલે પણ ઉદ્યોગો ક્ષેત્રે અને સેવાકીય ક્ષેત્રે હારમાળા સર્જી છે. અને તેઓએ પોતાનો રળેલો રૂપિયો ગરીબો અને જરુરીયાતમંદોને અર્પણ કરેલ છે. ખાસ કરીને જયસુખભાઈ પટેલ કે જેમનો ધ્યેય મંત્ર છે “માસ પ્રોડક્શન કરો અને ઈકોનોમી પ્રોડક્ટ આપો” એવું જેમનો ઉદ્યોગ મંત્ર છે અને  ઓરેવા કંપનીમાં આજે 8,000 થી વધારે કર્મચારીઓ છે એમાં સાડા સાત હજાર બહેનો આજુબાજુના ગામડાઓથી અજંતા ગ્રુપના વાહનોમાં આવે છે જેમાં ક્લાર્કથી માંડી મેનેજર અને બેંકથી લઈ બસ ચલાવવાની જવાબદારીઓ બહેનો નિભાવે છે આ રીતે મહિલાઓને પગભર કરવાનું શ્રેય જયસુખભાઈના ઉદ્યોગ ગૃહને ફાળે જાય છે.

ઉપરાંત અજંતા એક્સપોર્ટ બિઝનેસે 1992 થી 2002 સુધી લગાતાર હાઈએસ્ટ એક્સપોર્ટર કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિકસનો તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બજપાઈના વરદ હસ્તે ભારત સરકારનો એવોર્ડ મેળવેલ અનેક તડકાઓ વચ્ચે પણ અનેક મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ સતત સમાજને છાયો આપતા રહેલા છે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ તેઓ સમાજ માટે લાખો રૂપિયાનું દાન આપી અને આજે આવી આ સુંદર સ્થાપત્ય નિર્માણમાં એમનું અદકેરું યોગદાન છે એવા જયસુખભાઈ પટેલની સેવાઓને એમના દાનને યાદ કરીને મોરબી વિસ્તારને વરદાન રૂપ આપેલું ઉદ્યોગપતિ, અને પ્રકૃતિ પુષ્પ એવા જયસુખભાઈ સતાયુ ભોગવે અને ઉદ્યોગો દ્વારા અનેકને રોજેરોટી પૂરી પાડતા રહે એવી શુભકામનાઓ સાથે કરોડો રૂપિયાની કિંમતી જમીનના દાતા તરિકે સમાજના શ્રેષ્ઠી એમનું મોદક તુલાથી જે વિશિષ્ટ સન્માન કર્યું હતું એને પાટીદાર સમાજે આવકાર્યું છે. અને વખાણીને વધાવ્યું છે.




Latest News