મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં નીઃશુલ્ક નિદાન-સારવાર મેડિકલ કેમ્પનું આયોજન

મોરબીમાં પરિવારના મોભીની સ્મૃતિમાં નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં દર્દીને ચેકઅપ સાથે ત્રણ દિવસની દવા પણ આપવામાં આવશે. જેથી કરીને વધુમાં વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે.

મોરબીના ખાતે સ્વ. જયેન્દ્રભાઈ છગનભાઇ નિરંજનીની સ્મૃતિમાં તા 20/11 ના રોજ તેમના ધર્મપત્ની ગં.સ્વ. દમીયંતીબેન, પુત્ર સિદ્ધાર્થભાઈ દ્વારા અવેશ ચાનિયા એડવોકેટે યુસુફભાઈ ચાનિયા, રોહિલાપીરની દરગાહ પાસે, નકાઅદા મંદિર પાસે, મકરાણીવાસ ખાતે નીઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ડો.હસ્તીબેન મહેતાના દ્વારા દર્દીઓને તપાસી, બ્લડ સુગર ટેસ્ટ, બીપી ચેકઅપ કરી આપવા સાથે જરૂરતમંદ દર્દીઓને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવશે તેમજ જયસુખભાઇ ભાલોડિયા દ્વારા હાડકા, સાંધા તેમજ વા ના દર્દીને પોઇન્ટની વિશેષ સારવાર આપવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કેડો. હસ્તીબેન મહેતાનો આ 144 મો એક દિવસિય કેમ્પ થશે.






Latest News