ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ માળીયા (મી)માં જૂના મનદુખનો ખાર રાખીને હોટલે ચા પીવા ગયેલા યુવાન ઉપર 5 શખ્સોએ કર્યો હુમલો: સ્કોર્પિયોમાં થાર અથડાવીને કર્યું નુકશાન વાંકાનેરના સરતાનપર રોડ ઉપર સિરામિક કારખાનામાં આગ લાગવાથી મોટું નુકશાન મોરબીમાં દારૂ પીને મંદિર પાસે આવવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ટાઇલ્સના ટુકડા અને પટા વડે માર માર્યો ટંકારાના હરબટીયાળી ગામમાં નુકસાન કરવાની ના કહેતા યુવાનના પિતાને માથામાં પાઇપ ફટકારીને એક શખ્સે કર્યું હેમરેજ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સની ધરપકડ


SHARE











મોરબીના મહેન્દ્રનગર નજીક જાહેરમાં જુગાર રમતા બે શખ્સની ધરપકડ

મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલ રોયલ પાર્કની સામેના ભાગમાં જાહેરમાં જુગારની રેડ કરી હતી ત્યારે બે શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 1,460 ની રોકડ કબજે કરી તે બંનેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પીપળી રોડ ઉપર મહેન્દ્રનગર નજીક આવેલ રોયલ પાર્કની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી હસમુખભાઈ જયંતિભાઈ સોલંકી (45) રહે. ઘૂટું તથા મહેશભાઈ રમણભાઈ વકાતર (35) રહે. મહેન્દ્રનગર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી તેને પોલીસે 1,460 ની રોકડ કબજે કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર આવેલ ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની નાની એક બોટલ મળી આવતા પોલીસે 130 રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી યસ જગદીશભાઈ અઘારા (29) રહે. રવાપર રોડ પટેલ સોસાયટી મામા ફટાકડા પાસે મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ડેવિડ રાજા રહે. રવાપર રોડ મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

600 લીટર આથો

માળીયા મીયાણા તાલુકાના ચીખલી ગામની સીમમાં પીઠીયામોરા ટીમ તરીકે ઓળખાતા વિસ્તારમાં બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 600 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 15,000 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી રફીક અકબર પારેડી (24) રહે. ચીખલી તાલુકો માળિયા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News