મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ગામે રહેતી મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં


SHARE







માળીયા (મી)ના વેજલપર ગામે રહેતી મહિલા ઝેરી દવા પી જતાં સારવારમાં

માળીયા મિયાણા તાલુકાના વેજલપર ગામે રહેતા અને મજૂરી કામ કરતાં મહિલા કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ પ્રમાણે માળિયા તાલુકાના વેજલપર ગામે વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જુમાબેન જીતુભાઈ વસુનિયા (35) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે વાડીએ હતી ત્યારે ત્યાં કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે તેના પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તે મહિલાને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી ત્યારબાદ આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોય ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

વૃદ્ધા સારવારમાં

હળવદ તાલુકાના નવા કડીયાણા ગામે રહેતા ચંપાબેન (61) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર નવા પ્લોટના રોડ ઉપર બાઇક સ્લીપ થયું હતું અને વૃદ્ધાને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

બે મહિલા સારવારમાં

ટંકારા તાલુકાના વિરવાવ ગામે રહેતા જાગૃતીબેન દેવજીભાઈ (22) તથા પ્રિયાંશીબેન દેવજીભાઈ (34) નામના બે મહિલાઓને હીરાપર ગામના બસ સ્ટેશન પાસે અજાણ્યા ટ્રક દ્વારા ટક્કર મારવામાં આવતા તે બંનેને પગના ભાગે ઈજા થયેલ છે જેથી ઇજા પામેલા બંને મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News