ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં એક પખવાડિયા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં એક પખવાડિયા સુધી ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન

14 નવેમ્બર- વિશ્વ ડાયાબિટીસ દિવસથી સમગ્ર ગુજરાતમાં વિશેષ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા થયેલ છે ત્યારે મોરબીમાં આવેલ સરસ્વતી શીશુ મંદિરમાં એક પખવાડિયા સુધી ખાસ ડાયાબિટીસ નિવારણ યોગ કેમ્પ યોજાનાર છે.

મોરબીમાં ડાયાબિટીસ દર્દીઓ માટે યોજાનાર યોગ કેમ્પની માહિતી આપતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લાની કોર કમિટી મેમ્બર મયુર કારીયાએ જણાવ્યુ હતું કે, ડાયાબિટીસ નિવારણ માટે વિશેષ યોગ કેમ્પનું મોરબીમાં તા.14 નવેમ્બરથી આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભાગ લેવા માટે તમામ ડાયાબિટીસ દર્દીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે આ કેમ્પ શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે આવેલ સરસ્વતી શીશુ મંદિરમાં તા 14 થી 28 સુધી 15 દિવસ સવારના 6 થી 8 ચાલશે. અને ત્યાં દરરોજ વિશેષ એક્સપર્ટ દ્વારા ડાયાબીટીસ કંટ્રોલ માટે યોગ અભ્યાસ, આયુર્વેદિક જાણકારી અને ઉપચાર આપવામાં આવશે. અને આ કેમ્પમાં ભાગ લેનાર વ્યક્તિ દીઠ ટોકન ચાર્જ રૂપે રૂપિયા 100 શિબિર સ્થળે પ્રથમ દિવસે આપવાના રહેશે. અને શિબિરમાં જોડાવવા માટે https://forms.gle/8RecmopcaqgcsCrZ9 ઓનલાઇન રજીસ્ટ્રેશન તા 10 સુધીમાં કરાવવાનું  છે અને આ કેમ્પમાં 100 વ્યક્તિઓને જ લેવાના છે જેથી કરીને વહેલા તે પહેલાના ધોરણે વ્યક્તિઓને સમાવિષ્ઠ કરવામાં આવશે. વધુ માહિતી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મોરબી જિલ્લા કો-ઓર્ડીનેટર રૂપલબેન શાહ (99793 83797) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News