ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી મહિલાને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવાર મળે તે પહેલા જ મોત


SHARE











મોરબીની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતી મહિલાને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવાર મળે તે પહેલા જ મોત

મોરબીમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા મહિલાને ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનો તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં લક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા ચિત્તલબેન હિતેશભાઈ મકવાણા (44) નામની મહિલા પોતે પોતાના ઘરે હતી ત્યારે ત્યાં તેને છાતીમાં દુખાવો ઉપડતા તેના પરિવારજનો તે મહિલાને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

ધાંગધ્રાના સોલડી ગામે રહેતા જેજરીયા નીતિનભાઈ રસિકભાઈ (26) નામનો યુવાન બાઈક લઈને સોલડી ગામે વાડીએ જતો હતો ત્યારે ધાંગધ્રા માળિયા હાઇવે રોડ ઉપર ગાય સાથે બાઈક અથડાતાં અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ પ્રથમ પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી નજીક આવેલ જનકપુરી સોસાયટીમાં રહેતા ધર્મેન્દ્રભાઈ અશરફીલાલ (44) નામનો યુવાન ભરતનગર ગામ પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઈક અને ટ્રક વચ્ચે અકસ્માત થતા તેને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મૂળ એમપીના રહેવાસી મનુ રતનભાઇ મેડા (18) નામનો યુવાન બાઈક લઈને મોરબીના વાંકડા ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે ત્યાં બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મૂળ કોડીનારના રહેવાસી અને હાલમાં રંગપર ગામ પાસે રહેતા મંજુલાબેન શિવલાલ અપારનાથી (32) નામના મહિલા મોરબીના બાયપાસ રોડ ઉપર જૂની આરટીઓ ઓફિસ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News