મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી


SHARE













મોરબી જીલ્લામાં શ્રમિક-ભાડુઆતની માહિતી ન આપતા વધુ પાંચ સામે કાર્યવાહી

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં બહારના શ્રમિકો તેમજ બહારના લોકોને ભાડે આપેલા મકાનની માહિતી પોલીસને ન આપવામાં આવી હોવાથી ગુના નોંધવામાં આવે છે તેવામાં વધુ ત્રણ કારખાનેદાર અને બે મકાન માલિક સામે ગુના નોંધીને પોલીસે કાર્યવાહી કરેલ છે.

મોરબીના સનાળા ગામ પાસે માધવ હોટલ નજીક આવેલ મકાનમાં બહારના શ્રમિકો રહેતા હોય તેની માહિતી પોલીસને આપેલ ન હતી જેથી દિલીપભાઈ દેવરાજભાઈ ખાંભલા (42) રહે. રાજપર રોડ પટેલ સમાજ વાડી સામે રબારીવાસ સનાળા વાળા સામે ગુનો નોંધાયો છે આવી જ રીતે સનાળા ગામ પાસે આવેલ દક્ષ પ્રજાપતિ કારખાનામાં બહારના શ્રમિકો કામે રાખેલ હોય તેની માહિતી પોલીસ સ્ટેશનમાં આપી ન હતી જેથી રાજેશભાઈ રતિભાઈ નારણીયા (50) રહે. માણેક સોસાયટી મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે જ્યારે સનાળા નજીક આવેલ પટેલ નગર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં જીવન બેવરેજિસ નામના કારખાનામાં બહારના શ્રમિકો કામ કરતા હોય તેની માહિતી પોલીસને આપી ન હતી જેથી જીતેન્દ્રભાઈ મનહરલાલ ભટ્ટ (63) રહે. બુઢા બાવાવાળી શેરી ભવાની ચોક મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે મોરબીના રાજપર રોડ ઉપર આવેલ ધવલ ઓઇલ મીલ નામના કારખાનામાં બહારના શ્રમિકો કામ કરતા હોય તેની જાણ પોલીસને આપી ન હતી જેથી સમીરભાઈ દ્વારકાદાસ ચતવાણી (46) રહે. સોમનાથ સોસાયટી સરદાર બાગ પાછળ શ્રીજી એપાર્ટમેન્ટ સામે મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે વાંકાનેરમાં નાગાબાવાની જગ્યા સામેના ભાગમાં આવેલ દિગ્વિજયનગરમાં મકાન ભાડે આપ્યું હતું અને તેના ભાડુઆતની વિગત પોલીસને આપવામાં આવી ન હતી જેથી ભગવાનગર અમરતગર ગોસ્વામી (68) રહે. કોઠારીયા તાલુકો વાંકાનેર વાળા સામે ગુનો નોંધાયો છે. હળવદ જીઆઇડીસીમાં આવેલ કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી શંકરભાઈ કાનજીભાઈ પટેલ રહે. ધરતીનગર હળવદ વાળાની સામે ગુનો નોંધાયો છે






Latest News