ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઈજા પામેલ આધેડ રાજકોટ સારવારમાં


SHARE











મોરબીના મકનસર ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા ઈજા પામેલ આધેડ રાજકોટ સારવારમાં

મોરબી વાંકાનેર રોડ પર મકનસર ગામ પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

વાંકાનેર તાલુકાના ભાયાવતી જાંબુડીયા ગામે રહેતા ધરમશીભાઈ દેવશીભાઈ ટેકાણીયા (55) નામના આધેડ બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી તેઓના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતો બનાવ બન્યો હતો જે બનાવમાં ધરમશીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને અકસ્માતના બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસન્ જાણ કરતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના રવાપર નદી ગામે રહેતા પરિવારની બસંતી રમેશભાઈ ભુરીયા (16) નામની સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ધનજીભાઈની વાડીએ હતી ત્યારે ત્યાં તેણે ખડ બાળવાની દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વિજયભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી છે.

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના જેતપર ગામે હર્ષદભાઈ રામજીભાઈ પટેલની વાડીએ રહેતા અને મંજૂરી કામ કરતા લક્ષ્મીબેન બાજુભાઈ અજનાર (35) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે આ બનાવની પ્રાથમિક તપાસ જે.બી. પરમાર દ્વારા કરવામાં આવી છે.






Latest News