ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન


SHARE











મોરબીના શંકર આશ્રમના જીર્ણોધ્ધાર અર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન

સંસ્કૃત વિદ્યા વાયસ્પતી, વ્યાકરણ શાસ્ત્રી મહા મહોપાધ્યાય પુ. શ્રી શંકરલાલ શાસ્ત્રીની કાયમી સ્મૃતિ જાળવવા માટે મોરબી મહારાજા સાહેબશ્રી લખધીરસિંહજી સાહેબે ૯૦૦૦ ચોરસ ફૂટ જમીન પર શંકર આશ્રમનું બાંધકામ કરી વર્ષ ૧૯૨૮ માં ટ્રસ્ટને અર્પણ કર્યું હતું જેના જીર્ણોધ્ધાર અર્થે આગામી તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી શંકર આશ્રમ ટ્રસ્ટ મોરબી દ્વારા તા.૩-૧૧ થી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે જેની પુર્ણાહુતી તા.૯-૧૧ ના રોજ થશે દરરોજ કથાનો સમય બપોરે ૩ થી ૭ સુધીનો રહેશે જેમાં શાસ્ત્રીજી નિખીલભાઈ જોષી (રાધેકૃષ્ણ) ના શ્રીમુખે ભાગવત કથાનું રસપાન કરાવશે તા. ૦૩ ના રોજ પોથીયાત્રા યોજાશે તેમજ કથા દરમિયાન તા.૬ ના રોજ શ્રી કૃષ્ણ પ્રાગટ્ય, તા.૭ ના રોજ ગોવર્ધન લીલા, તા.૮ ના રોજ શ્રી રુક્ષ્મણી વિવાહ ને તા.૯ ના રોજ મહાપ્રસાદ યોજાશે.






Latest News