મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના બાળકોનો સર્વે કરાશે


SHARE







મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના બાળકોનો સર્વે કરાશે

મોરબી જિલ્લામાં શિક્ષણથી વંચિત શાળા બહારના ૬ થી ૧૯ વર્ષના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવશે અને આવા બાળકોની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવાનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે.

સમગ્ર શિક્ષા અંતર્ગત દર વર્ષે જુદા જુદા કારણોથી શાળા બહાર રહેલા ૬ થી૧૯ વર્ષની વય જૂથના બાળકો અને જેઓ પોતાનું ધોરણ ૧ થી ૧૨ નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા શાળા બહારના બાળકો (Out of School children) અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા (Children with Special Need) બાળકો સહિતના તમામ બાળકોનો સર્વે કરી તેમની ઓળખ, નામાંકન, મુખ્ય ધારામાં જોડાણ અને શૈક્ષણિક પુનર્વસન માટેની કામગીરી કરવામાં આવે છે. આ માટે મોરબી જિલ્લામાં શાળા કક્ષાએ તા.૭/૧૧ થી ૧૬/૧૧ સુધી સર્વે હાથ ધરવામાં આવનાર છે. આ સર્વેમાં સરકારના તમામ વિભાગો, એનજીઓ, જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓને પણ સહભાગી થવા માટે સમગ્ર શિક્ષા દ્વારા અપીલ કરવામાં આવી છે. આવા કોઈ શાળા બહારના બાળકો મળી આવે તો નજીકની સરકારી શાળામાં,કલસ્ટરમાં અને તાલુકા કક્ષાએ બીઆરસી ભવન પર જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે.

મોરબીમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાશે

મોરબી જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને આગામી તા. ૧૪ ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે કલેકટર કચેરીના મધ્યસ્થ સભાખંડમાં જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમીક્ષા બેઠકમાં મોરબી જિલ્લાના પ્રવાસન સ્થળો યાત્રાધામના વિકાસની અને આગામી વિકાસ કાર્યોની સમિતિના સભ્યો સાથે ચર્ચા- વિચારણા કરવામાં આવશે. તેમ સભ્ય સચિવ જિલ્લા પ્રવાસન વિકાસ સોસાયટી અને નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News