સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી-ટંકારામાં શ્રમિકો અને ભાડુઆતની માહિતી ન આપનારા વધુ 6 સામે કાર્યવાહી


SHARE











મોરબી-ટંકારામાં શ્રમિકો અને ભાડુઆતની માહિતી ન આપનારા વધુ 6 સામે કાર્યવાહી

મોરબી અને ટંકારા તાલુકામાં શ્રમિકો અને ભાડુઆતની માહિતી પોલીસને ન આપનારા કારખાના વાળા, કોન્ટ્રાકટર, સ્પા વાળા અને ઘરધણી સામે ગુના નોંધવામાં આવેલ છે અને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લીલાપર નજીક મકના ભાડે આપેલ હતું જે ભાડૂઆતની માહિતી પોલીસને આપી ન હતી જેથી કરીને મકાન માલિક અશોકભાઈ તુલસીભાઈ ડાભી (50) રહે. લીલાપર કેનાલ રોડ બોરીયા પાટી વાળા સામે ગુનો નોંધાયેલ છે. મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ રિયલ પ્લાઝા કોમ્પલેક્ષમાં ગ્રાન્ડ ઇલેવન સ્પા મસાજ પાર્લરમાં કામ કરતા પરપ્રાંતિય માણસોની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી જેથી સ્પાના સંચાલક સાગરભાઇ ચંદુભાઈ બોરાણા (28) રહે. ધર્મનગર સોસાયટી વાવડી રોડ મોરબી વાળા સામે ગુનો નોંધાયો છે, મોરબી તાલુકાના મકનસાર ગામે મકાન ભાડે આપ્યું હતું અને ભાડુઆતની જાણ પોલીસને કરી ન હતી જેથી હરદેવસિંહ જીલુભા ઝાલા (35) રહે. ભક્તિનગર-1 મકનસર વાળા સામે ગુનો નોંધાયો છે ટંકારા નજીક આવેલ ખજુરાહોટલ પાસે જય ખોડીયાર સિમેન્ટ પ્રોડક્ટ નામના કારખાનામાં કામ કરતા શ્રમિકોની વિગત મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને પોલીસને જાણ કરવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં વિનોદભાઈ ગાંડુભાઈ વેકરીયા (50) રહે. જબલપુર ટંકારા વાળા સામે ગુનો નોંધાયો છે. લજાઈ પાસે આવેલ સ્પોન્સર કારખાનામાં કામ કરતા શ્રમિકોની વિગતો મોરબી એસઓર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવી ન હતી અને શ્રમિકોના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા જેથી જીતેન્દ્રભાઈ કરસનભાઈ પડાયા (36) રહે. ટંકારા વાળા સામે ગુનો નોંધાયો છે. ટંકારા નજીક વિનાયક પેટ્રોલ પંપ પાછળ દયાનંદ એફઆઈબીસી એલએલપી કારખાનામાં કામ કરતા શ્રમિકોની માહિતી મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં અપલોડ કરી ન હતી અને આઈડી પ્રૂફ લીધેલ ન હતા જેથી કોન્ટ્રાક્ટર હિન્દુસિંહ કુમ્પસિંહ ઇન્દા (29) રહે. હાલ દયાનંદ એફઆઈબીસી એલએલપી કારખાનામાં ટંકારા મૂળ રહે કચ્છ વાળા સામે ગુનો નોંધાયો છે






Latest News