ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના કથળી ગયેલ કાયદો વ્યવસ્થા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ ગૃહમંત્રીને કરી રજૂઆત


SHARE











મોરબી જિલ્લાના કથળી ગયેલ કાયદો વ્યવસ્થા માટે જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ ગૃહમંત્રીને કરી રજૂઆત

મોરબી જીલ્લામાં છેલ્લા 10 દિવસમાં પાંચ મર્ડર કરવામાં આવેલ છે જેથી કરીને મોરબીમાંથી મિરજાપુર બની જાય તે પહેલા ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મોરબી જીલ્લામાં કથળી ગયેલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ દ્વારા ગૃહમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા દ્વારા ગૃહમંત્રીને મોરબી જિલ્લાની કથડેલી કાયદો વ્યવસ્થા બાબતે રજૂઆત કરવામાં આવેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ હોય તેમ લાગી રહયું છે. છેલ્લા ૧૦ દિવસમાં જીલ્લામાં પાંચ મર્ડર થયેલ છે જેથી આ જિલ્લો જાણે બિહારમાં પરિવર્તિત થઈ રહયો હોય તેવું લોકોને લાગી રહયું છે. મોરબી જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનું પ્રમાણ ખુબ જ પ્રમાણમાં વધી ગયેલ છે. અને પોલીસની અસરકારક કામગીરી ન હોવાથી આવા લોકોને જાણે કે પ્રોત્સાહન મળી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

વધુમાં તેમણે જણાવ્યુ છે કે, જીલ્લામાં મર્ડર, ચોરી, લુંટ, ખનીજ ચોરી, વ્યાજખોરી, દારૂ તથા નશાકારક પદાર્થોનું સેવન કરતા લોકોનો ધંધો રાજકીય ઓથ હેઠળ જોરશોરથી ચાલી રહયો છે. જેમાં રાજકીય નેતાઓ તથા પોલીસ ખાતુ મદદગાર હોવાનું ચર્ચાઇ રહ્યું છે. જો આવી જ પરિસ્થતિ રહેશે તો મોરબીમાંથી મિરજાપુર થતાં વાર નહીં લાગે અને મોરબીની જનતાનો પોલીસમાંથી વિશ્વાસ ઉઠી જશે. જેથી આ બાબતની ગંભીર નોંધ લઈ પ્રમાણીક અને નિષ્ઠાવાન પોલીસ અધિકારીની નિમણુંક મોરબી જીલ્લામાં કરવામાં આવે અને ગુન્હાહિત પ્રવૃતિઓમાંથી જિલ્લાને મુક્ત કરીને ગુનેગારોની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી મોરબી શહેર અને જીલ્લાના લોકો વતી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખે માંગ કરી છે.






Latest News