ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ગરવી ૨.૦ સોફટવેરમાં સુધારો કરવા માટે કરી રજૂઆત


SHARE







મોરબી કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ગરવી ૨.૦ સોફટવેરમાં સુધારો કરવા માટે કરી રજૂઆત

ગરવી ૨.૦ સોફટવેરમાં દસ્તાવેજના પ્રકાર વહેંચણીનું ટોકન લેતી વખતે ડેટા એન્ટ્રીમાં લખાવી લેનાર તથા લખી આપનારની જગ્યાએ પક્ષકાર નાં. ૧ તથા પક્ષકાર નાં. ૨ નો સુધારો કરવા માટેની મોરબીના કોંગ્રેસનાં આગેવાને મદદનિશ નોધણી નિરીક્ષકને રજૂઆત કરી છે

મોરબી જિલ્લા કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ ભાવિન ફેફર દ્વારા મદદનિશ નોધણી નિરીક્ષકને રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, જયારે અરજદાર દ્વારા વહેંચણી દસ્તાવેજની નોંધણી કરાવવા માટે ગરવી ૨.૦ માં પ્રિ-રજીસ્ટ્રેશન ફોર ડોક્યુમેન્ટની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પ્રાથમીક વિગતમાં વહેંચણી દસ્તાવેજનો પ્રકાર પસંદ કર્યા પછી પાર્ટીની વિગત નાખવામાં આવે છે. જયારે પ્રાથમીક વિગતમાં દસ્તાવેજ લખી આપનાર તથા દસ્તાવેજ લખાવી લેનારની સંખ્યા દર્શાવવામાં આવતી હોય છે. જો લખાવી લેનારની સંખ્યામાં "૦" કરવામાં આવે તો કાર્યવાહી આગળ કરવા દેતા ન હોય, તથા સદરહું વહેંચણી દસ્તાવેજમાં લખાવી લેનાર પક્ષકારો હોય જ નહી.

કારણ કે, વહેંચણી દસ્તાવેજમાં બંને પક્ષકાર એક-બીજા પક્ષકારને લખી આપી બંધાતા હોય છે, જો લખાવી લેનારમાં સંખ્યા લખી પક્ષકારનું નામ દાખલ કરવામાં આવે તો ૩૨-એ નું ફોર્મ ડાઉનલોડ કરી ત્યારે પણ તે પક્ષકારનું નામ લખાવી લેનાર તરીકે પ્રીન્ટ થઈને આવતું હોય છે. આ રજુઆત ને ધ્યાને લઈને ગરવી ૨.૦ સોફટવેરમાં વહેંચણીનાં દસ્તાવેજની પિ-રજીસ્ટ્રેશન ફોર ડોકયુમેન્ટની કાર્યવાહી કરતી વખતે લખાવી લેનાર તથા લખી આપનારની જગ્યાએ પક્ષકાર નં. ૧ તથા પક્ષકાર નં. ૨ તથા પક્ષકાર નં. ૩ વિગેરે દર્શાવવા જરૂરી સુધારો કરવામાં આવે તો મિલ્કતના દસ્તાવેજનું ટાઈટલ જળવાઇ તે માટે આ સુધારો કરવો આવશ્ય છે.






Latest News