મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો ટંકારાના ડેમી-2 ડેમના 2 દરવાજા ચેકડેમો ભરવા માટે 1 ફૂટ ખોલ્યા ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત
Breaking news
Morbi Today

હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત


SHARE











હળવદના કોયબા ગામે તળાવમાં ડૂબી જવાથી આધેડનું મોત

હળવદ તાલુકાના કોયબા ગામે તળાવમાં કોઈપણ કારણસર ડૂબી જવાના કારણે આધેડનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.

મૂળ છોટા ઉદયપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના કોયબા ગામ વિસ્તારમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા અર્જુનભાઈ બીજલભાઇ તડવી (55) નામના આધેડ કોઈપણ કારણોસર કોયબા ગામ પાસે આવેલ તળાવમાં પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબીના ઘૂટું ગામે રહેતા દિનેશભાઈ બચુભાઈ મકવાણા (42)ને ઘરે તેના દીકરા સુનિલ સાથે બોલાચાલી થઈ હતી ત્યાર બાદ તેને લોખંડના પાઇપ વડે માર મારતા ઈજા થવાથી દિનેશભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ  બનાવની પ્રાથમિક તપાસ જે.પી. પટેલ દ્વારા કરવામાં આવી હતી

મારા મારી

મોરબીમાં પાડાપુલ નીચેના ભાગમાં રહેતા મહેશભાઈ દીપકભાઈ દેલવાડીયા (22) નામના યુવાનને તેના પિતાએ માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

માર માર્યો

મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા કાસમભાઈ હાસમભાઈ ભટ્ટી (20) નામના યુવાનને લાલબાગ નજીક મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી.






Latest News