મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના સરંભડા ગામે કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવતી નું મોત


SHARE







હળવદના સરંભડા ગામે કામ દરમિયાન ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવતી નું મોત

હળવદ તાલુકાના સરંભડા ગામની સીમમાં ખેતરે થ્રેસર મશીનથી મગફળી કાઢવાનું કામ કરતા હતા ત્યારે મશીન ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈન માંથી વીજ શોર્ટ લાગવાના કારણે યુવતીનું મોત નિપજ્યુ હતુ જેથી કરીને તેના મૃત દેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવવા અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં સરંભડા ગામની સીમમાં અનિલભાઈ ગઢવી તથા ચુનીલાલ શાંતિલાલ વિરડીયા ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જીયાબેન સોફાભાઈ રાઠવા (18) નામની યુવતી તથા અલ્પેશભાઈ ખેતરે થ્રેસર મશીન નો ઉપયોગ કરીને મગફળી કાઢવાનું કામ કરી રહ્યા હતા ત્યારે થ્રેસર મશીન ઉપરથી પસાર થતી ઈલેક્ટ્રીક લાઈનમાંથી તેને ઈલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને બંનેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન જીયાબેન રાઠવા નું મોત નિપજ્યું હતું જો કે અલ્પેશભાઈ ને સારવાર માટે હળવદની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા આ બનાવ અંગેની સોફાન ભાઈ રાઠવા એ હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં 

લજાઇ ચોકડી પાસે આવેલ મામા સાહેબ ની મોજ હોટલ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મયુરસિંહ માનસિંગ રાઠોડ (35) યુનિવર્સિટી રોડ રાજકોટ વાળાને ઇજા તથા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવીજન પોલીસને જાણ કરી હતી ત્યારબાદ બનાવની ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલો હોવાથી ત્યાં જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં શું કામ ના પાડી ના પાડી

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે કિશોરભાઈ ની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા મગનભાઈ ભુરીયા નો ત્રણ વર્ષનો દીકરો અજય વાડીએ આવેલ પાણીની કુંડીમાં ડૂબી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા ને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News