ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદના સમલી ગામે માતાજીના માંડવામાં ચક્કર આવતા મોરબીના યુવાનનું મોત


SHARE











હળવદના સમલી ગામે માતાજીના માંડવામાં ચક્કર આવતા મોરબીના યુવાનનું મોત

હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં રહેતો યુવાન પણ ગયો હતો અને ત્યાં માતાજીના માંડવામાં આજે વહેલી સવારે ચક્કર આવતા તે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવ હળવદ તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધરમપુર ગામે રહેતા મહેશભાઈ ભગવાનજીભાઈ બહેરા જાતે ભરવાડ (37) નામના યુવાને માતાજીના માંડવામાં ચક્કર આવતા તેનો મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી એ ડિવિઝનને જાણ કરી હતી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવી હતી. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સમલી ગામે માતાજીના માંડવાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેશભાઈ ગયા હતા અને ત્યાં માતાજીના માંડવામાં તેઓને ચક્કર આવતા તેમનું મોત નીપજયું હતું તેવી માહિતી સામે આવી છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામ પાસેના ઇન્દિરાનગર વિસ્તારમાં મેલડી માતા મંદિર પાસે રહેતા રવિ બાબુભાઈ હમીરપરા નામના ૪૫ વર્ષના યુવાનને તેના ઘર પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.જ્યારે તાલુકાના ઝીંઝુડા ગામે પાડોશી સાથેના ઝઘડા બાદની મારામારીમાં ઈજા પામેલ હલીમાબેન ઇલિયાસભાઈ નોડે નામના ૩૫ વર્ષીય મહિલાને પણ સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસ મથકના જીલુભાઈ ગોગરા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News