મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી


SHARE







મોરબીમાં પતિએ દિવાળી નજીક વતનમાં જવાનું કહેતા મહિલાએ અનંતની વાટ પકડી

મોરબીના લાલપર ગામ પાસે આવેલ સોલો સિરામિકના લેબર ક્વાર્ટરની અંદર રહેતી અને મજૂરી કામ કરતી મહિલાએ પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને તે મહિલાનો પતિ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને મૃતક મહિલાને વતનમાં જવું હતું અને પતિએ દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા મહિલાએ અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

જાણવા મળતી માહિતિ મુજબ મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ સોલો સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કૈલાસબેન વનરાજભાઈ ચૌહાણ (26) નામની મહિલાએ ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેના પતિ વનરાજભાઈ ચૌહાણ મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસણે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના વી.ડી. ખાચર ચલાવી રહ્યા છે તેઓની સાથે વાત કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાનો લગ્ન ગાળો આઠ વર્ષનો છે અને તેને બે સંતાન છે મૃતક મહિલાને વતનમાં જવું હતું અને તેના પતિએ તેને દિવાળી નજીક આવે ત્યારે જવાનું કહ્યું હતું તે બાબતે બોલાચાલી થયેલ હતી અને ત્યાર બાદ મહિલાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે.






Latest News