મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

પત્ની અલગ રહેતી હોય સાણંદના યુવાને હળવદ નજીક હોટલના ગ્રાઉન્ડમાં ના કરવાનું કરી નાખ્યું


SHARE







પત્ની અલગ રહેતી હોય સાણંદના યુવાને હળવદ નજીક હોટલના ગ્રાઉન્ડમાં ના કરવાનું કરી નાખ્યું

હળવદ નજીક આવેલ હોટલના ગ્રાઉન્ડમાં સાણંદના રહેવાસી યુવાને તેના પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહેતા હોય તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ નજીક આવેલ સાણંદમાં અંબાજી માતાજીના મંદિરની પાસે રહેતા ઉમશભાઇ હમીરજી જાડેજા (40) નામના યુવાને હળવદ નજીક આવેલ કનૈયા હોટલના ગ્રાઉન્ડમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ગીતાબા હમીરજી જાડેજા (38) રહે. અંબાજી માતાજીના મંદિર પાસે સાણંદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના પત્ની છેલ્લા ત્રણેક વર્ષથી અલગ રહેતા હોય જે બાબતે તેને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાની જાતે ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News