મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ઊંચી માંડલ-પીપળીયા ગામે એક-એક યુવાને કોઈ કારણોસર અંતિમ પગલાં ભર્યા


SHARE







મોરબીના ઊંચી માંડલ-પીપળીયા ગામે એક-એક યુવાને કોઈ કારણોસર અંતિમ પગલાં ભર્યા

મોરબીના ઊંચી માંડલ ગામ નજીક યુવાને જાહેરમાં અને પીપળીયા ગામે રહેતા યુવાને તેના ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ છે જેથી કરીને મોરબી તાલુકા પોલીસે આપઘાતના બંને બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામ નજીક સીરામીક કારખાના સામે ખરાબાની જગ્યામાં ઝાડ સાથે દોરી બાંધીને મોનુભાઈ વિજયકુમાર સિંઘ (20) રહે.નેક્ષોન સીરામીક સ્ટાફ ક્વાર્ટ્સમા ઊંચી માંડલ તાલુકો મોરબી વાળાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની પ્રાથમિક તપાસ વી.ડી. ખાચર દ્વારા કરવામાં આવી હતી

આવી જ રીતે મોરબી તાલુકાના પીપળીયા ગામે રહેતા રવજીભાઈ કરસનભાઈ મુછડીયા (37) નામના યુવાને પોતે પોતાના ઘરની અંદર કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતુ અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને યુવાને ક્યાં કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.






Latest News