મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના વરડૂસર તળાવમાં ન્હાવા પડેલા આધેડને હાર્ટ અટેક આવતા પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







વાંકાનેરના વરડૂસર તળાવમાં ન્હાવા પડેલા આધેડને હાર્ટ અટેક આવતા પાણીમાં ડૂબી જવાથી મોત

વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા આધેડ વરડૂસર ગામના તળાવના પાણીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે ત્યાં તેને હાર્ટ અટેક આવી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની ગામના સરપંચ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા રાજાભાઈ બચુભાઈ દંતેશરિયા (50) નામના આધેડ વરડુસર ગામના તળાવમાં પાણીમાં ન્હાવા માટે પડેલ હતા દરમિયાન તેને હાર્ટ અટેક આવી જવાના કારણે તેનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની વરડુસર ગામના સરપંચ મનુભાઈ પ્રભુભાઈ નંદાસિયા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતકના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા આ બનાવ અંગેની આગળની તપાસ એચ.આર. ચૌહાણ ચલાવી રહ્યા છે

એક બીયર સાથે પકડાયો

મોરબીના શનાળા રોડ ઉપર મહેશ પાન વાળી શેરીમાંથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી પોલીસે 118 રૂપિયાની કિંમતનું બીયરનું ટીમ કબજે કર્યું હતું અને વિજયભાઈ આપાભાઈ ગરચર (32) રહે, લીલાપર રોડ ઓમકાર રેસીડેન્સી ફ્લેટ નંબર 204 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે






Latest News