મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 શખ્સો 1.46 લાખની રોકડ સાથે પકડાયા, એક ફરાર


SHARE







હળવદના જુના ધનાળા ગામે જુગાર રમતા 8 શખ્સો 1.46 લાખની રોકડ સાથે પકડાયા, એક ફરાર

હળવદના જુના ધનાળા ગામે ઘરમાં જુગાર રમતા હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા આઠ શખ્સોને એલસીબીની ટીમે 1.46 લાખની રોકડ સાથે પકડી લીધા હતા જો કે, એક શખ્સ નાશી ગયેલ હોય પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.  

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના ધનાળા ગામે ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાના ઘરમાં મોરબી એલસીબીની ટીમે જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાં જુગાર રમતા ઘરધણી ઋષિરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલા, પ્રવિણભાઇ ઉર્ફે પવો ગાંડાભાઇ ચાવડા, ચંદ્રકાંતભાઇ દેવજીભાઈ અધારા, કિરણભાઇ જીલુભાઈ ઝીંઝુવાડીયા, અજીતભાઈ સોમાભાઈ ગોહિલ, બાબુલાલ ગોવિંદભાઇ રાઠોડ, ગોપાલસિંહ જીતુભા જાડેજા, હિરજીભાઈ ઉર્ફે હિરાભાઈ લક્ષમણભાઇ સરાવાડીયા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 1,46,600 ની રોકડ કબજે કરી હતી અને પોલીસે રેડ કરી હતી ત્યારે મહેમુદ ઉર્ફે રેવુ ઉર્ફે રેવડી નથુભાઇ સિપાઇ નામનો શખ્સ નાસી ગયો હતો જેથી કરીને હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશને નવ શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને નાશી ગયેલા શખ્સને પકડવા માટે તજવીજ શરૂ કરી છે. આ કામગીરી એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ પીએસઆઈ કે.એચ.ભોચીયા, વી.એન.પરમાર તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.






Latest News