હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે
Breaking news
Morbi Today

મોરબીમાં દુર્લભજીભાઈ દેથરીયા, જીજ્ઞેશભાઈ કૈલા અને વાલજીભાઈ ડાભીના સહયોગથી યોજાયેલ કેમ્પનો ૧૮૮ દર્દીઓએ લાભ લીધો


SHARE







મોરબીમાં દુર્લભજીભાઈ દેથરીયા, જીજ્ઞેશભાઈ કૈલા અને વાલજીભાઈ ડાભીના સહયોગથી યોજાયેલ કેમ્પનો ૧૮૮ દર્દીઓએ લાભ લીધો

મોરબી જલારામ મંદિર ખાતે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસો. પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા તથા સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાભીની ઉપસ્થિતીમાં યોજાયેલ  વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૮૮ દર્દીઓએ લાભ લીધો હતો અને અત્યાર સુધીના ૩૭ કેમ્પમાં કુલ ૧૧,૦૬૦ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું  છે.

ગુજરાતની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪ ને શુક્રવારના  રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૧૮૮ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૭૫ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માટે રાજકોટ રવાના કરવામાં આવ્યા હતા.

આ કેમ્પમાં રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, ડો.કાનજીભાઈ, ડો.સુદામા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી  હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે  વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.

આ કેમ્પ ટંકારા-પડધરીના લોકલાડીલા ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી કોલ એસો. ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કૈલા, સતવારા સમાજ અગ્રણી વાલજીભાઈ ડાયાભાઈ ડાભી તથા ગુજરાત પ્રદેશ યુવા ભાજપના અગ્રણી નાગજીભાઈ વાંસદડીયાની ઉપસ્થિતીમાં યોજાયો હતો. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા,રમણીકલાલ ચંડીભમર,નીરવભાઈ હાલાણી, સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. 






Latest News