મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં 10 વર્ષથી 22,523 ચોમી સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ દૂર, હવે દંડ લેવા કાર્યવાહી: ઇનચાર્જ મામલતદાર


SHARE







મોરબીમાં 10 વર્ષથી 22,523 ચોમી સરકારી જમીન ઉપર ખડકાયેલ દબાણ દૂર, હવે દંડ લેવા કાર્યવાહી: ઇનચાર્જ મામલતદાર

મોરબીના લીલાપર રોડ ઉપર સરકારી જમીન ઉપર ભાજપના આગેવાને છેલ્લા 10 વર્ષથી દબાણ કર્યું હતું જેની કોંગ્રેસે કરેલ રજૂઆતને ધ્યાને લઈને તંત્ર દ્વારા દબાણ દૂર કરવા માટે આખરી નોટિસ આપવામાં આવી હતી તેવામાં દબાણ કરનારા ભાજપના આગેવાન દ્વારા પોતાની જાતે દબાણ દૂર કરવામાં આવ્યું છે આ બાબતે ઇનચાર્જ મામલતદાર સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, કુલ મળીને 22,523 ચોમી જમીન ઉપર છેલ્લા 10 વર્ષથી દબાણ હતું જેથી કરીને દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબીમાં લીલાપર રોડ ઉપર આવેલ વજેપર ના સર્વે નંબર 1116 માં દબાણ બાબતે મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જેથી કરીને ટંકારા તાલુકા ભાજપના માજી પ્રમુખ અરવિંદભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ દબાણ માટેની ડીએલઆર દ્વારા સ્થળ ઉપર માપણી કરવામાં આવી હતી અને માપણી દરમિયાન 22,523 ચોમી સરકરી જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને આ બાબતે મોરબી સિટીના ઇનચાર્જ મામલતદાર હિતેશભાઇ કુંડારિયા સાથે આવતા કરતા તેમણે કહ્યું હતું કે, સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણ કેટલા વર્ષથી છે તેની તપાસ કરવામાં આવતા અંદાજે 10 વર્ષથી દબાણ હોવાનું સામે આવ્યું છે જેથી કરીને સરકારી જમીન ઉપર દબાણ કરનારા વ્યક્તિ પાસેથી સરકારી નિયમ મુજબ દંડ વસૂલ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.






Latest News