હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો મોરબીમાં ટાઇલ્સનો ધંધાર્થી યુવાન 1 લાખ રૂપિયા વ્યાજે રૂપિયા લઈને વ્યાજખોરના ચૂંગાલમાં ફસાયો: જાનથી મારી નાખવાની ધમકી હળવદના ચંદ્રગઢ ગામે ખેતરમાં ઈરાદપૂર્વક તોડી નાખેલા વીજપોલને રીપેર કરવા ગયેલા વીજ કંપનીના કર્મચારીને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી વાંકાનેરમાં છોકરાની સાયકલ લેવા બાબતે મહિલાને ગાળો આપીને માર માર્યો: 5 મહિલ સહિત કુલ 6 સામે ફરિયાદ ટંકારાના હડમતીયા ગામ નજીક આવેલ કારખાનાના લેબર કવાર્ટરમાં નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત મોરબીમાં દારૂની રેડ કરવા ગયેલ પોલીસને રોકડ મહિલાએ કર્યો આત્મ હત્યાનો પ્રયાસ !: ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ બે મહિલા સહિત 8 સામે ગુનો નોંધાયો જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ ઓક્ટોમ્બરે યોજાશે


SHARE











મોરબી જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૪ ઓક્ટોમ્બરે યોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી જિલ્લા કક્ષાએ યોજાતો ઓકટોબર-૨૦૨૪ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમઆગામી તા.૨૪/૧૦ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે  જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦/૧૦ સુધીમાં સબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીનાં વડાને જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. 

જિલ્લા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે ગ્રામ કક્ષાનો પ્રશ્ન હોય તો ગ્રામ પંચાયતને તથા તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/ પ્રત્યુતરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે.
અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. સ્પષ્ટ અને મુદાસરની સમજી શકાય તેવી આધારો સાથે રજૂ કરેલી અરજી ધ્યાને લેવાશે. ઉપરાંત અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ- અલગ અરજીઓમાં મોકલવાનાં રહેશે. સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો આ કાર્યક્રમ હેઠળ રજૂ કરી શકાશે નહીં. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે અન્યના પ્રશ્ન, કોર્ટ મેટરને લગતા પ્રશ્નો, દાવાઓ, આક્ષેપો તથા અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો તેમજ અગાઉ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો ધ્યાને લેવાશે નહી. જેની અરજદારોને ખાસ નોંધ લેવા નિવાસી અધિક કલેકટર એસ.જે.ખાચર, મોરબી દ્વારા જણાવાયું છે.

જિલ્લા સંકલન સહ ફરિયાદની બેઠક
મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતીની બેઠક આગામી તા. ૧૮/૧૦ ના રોજ સવારના ૧૦:૩૦ કલાકથી બપોરે ૦૧:૩૦ કલાક દરમિયાન કલેકટર કચેરીના સભાખંડમાં યોજાશે. આ બેઠકમાં સંકલન સહ ફરિયાદ સમિતિમાં રજૂ થયેલ તેમજ બેઠક દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોની સમીક્ષા ઉપરાંત સંકલન સમિતિના ૧ થી ૬ પત્રકોની સમીક્ષા કરવામાં આવશે તેવું મોરબી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરની યાદીમાં જણાવાયું છે.






Latest News