મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ
Breaking news
Morbi Today

હળવદમાં ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE







હળવદમાં ફાયરિંગ કરીને હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

થોડા સમય પહેલા હળવદ મામલતદાર કચેરી છરી વડે હુમલો કરીને પિસ્તોલથી ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાયેલ હતી જે ગુનામાં હળવદ પોલીસે હાલમાં ત્રણ આરોપીને પકડીને કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ તા 26/12/23 ના રોજ બપોરના સમયે હળવદ મામલતદાર કચેરીના દરવાજા પાસે જાહેરમાં ફરીયાદી ઉપર આરોપીઓએ છરી વડે હુમલો કર્યો આતો અને પિસ્તોલ બતાવી ફાયરિંગ કર્યું હતું આ હુમલામાં ઇજા પામેલા વ્યક્તિને સારવારમાં લઈ ગયા હતા અને બાદમાં હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટીમ દ્વારા આરોપી મંગળસિંહ અનોપસિંહ પરમાર (36) રહે. નવા દેવળીયા, વિજયભાઇ જયંતિભાઇ અઘારા (40) રહે. જુના દેવળીયા અને ધર્મેન્દ્રભાઇ ઉર્ફે ધમો કરશનભાઇ ધામેચા (24) રહે. સુરવદર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News