મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

હળવદના વેગડવાવ ગામે વાડીએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં આધેડનું મોત


SHARE







હળવદના વેગડવાવ ગામે વાડીએ ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં આધેડનું મોત

હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં આધેડ પોતાની વાડીએ હતા ત્યારે ત્યાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતાં તેને હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેનું મોત નીપજ્યું હતું જેથી તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના નવા વેગડવાવ ગામે રહેતા શાંતિભાઈ હરજીભાઈ રાઠોડ જાતે દલવાડી (50) નામના આધેડ વેગડવાવ ગામની સીમમાં આવેલ પોતાની વાડીએ હતા ત્યારે ત્યાં વાડીએ તેને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને તેને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીના પીપળી ગામના બસ સ્ટેશન પાસેથી એક શખ્સ એક્ટિવા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ તથા એકટીવા નંબર જીજે 36 એએચ 6160 જેની કિંમત 30,000 રૂપિયા આમ કુલ મળીને 30,300 નો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી ધવલભાઈ ધીરજભાઈ લખતરિયા (30) રહે. પીપળી ધર્મગંગા સોસાયટી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News