ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

ટંકારાના ભૂતકોટડા ગામે સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ


SHARE







ટંકારાના ભૂતકોટડા ગામે સામુહિક સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે મોરબી જિલ્લામા સ્વભાવ 'સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ના બેનર હેઠળ ભૂતકોટડા ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ ગામમાં સ્વચ્છતા સંલગ્ન સૂત્રો સાથે સ્વચ્છતાની રેલી કાઢવામાં આવી હતી. ગામ લોકો અને સ્કૂલના બાળકોએ સ્વચ્છતાના શપથ લેવામાં આવ્યા હતા. ગામને સ્વચ્છ બનાવવા માટે કચરા વ્યવસ્થાપન અર્થે સરકારશ્રી દ્વારા ફાળવેલ વાહન મારફતે ગામમાં ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવામાં આવ્યું હતું. આ સાફ-સફાઈ કાર્યક્રમમાં એસ.બી.એમ.જી. યોજનાના જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાના કર્મચારી તેમજ ગામના સરપંચ તથા પંચાયતના સભ્યો અને ગામના લોકોએ જોડાઈને ગામના વિવિધ વિસ્તારમાં સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી.






Latest News