મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેક્ટરીના ગુનામાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ


SHARE











મોરબી નજીકથી પકડાયેલ ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂની ફેક્ટરીના ગુનામાં ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલ આરોપીની ધરપકડ

 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે આવેલ ગોડાઉનમાંથી ડુપ્લીકેટ ઇંગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી મળી આવી હતી તે ગુનામાં મોરબી એલસીબીની ટીમે ગોડાઉન માલીક સહિત સમયાંતરે કુલ મળીને 22 જેટલા આરોપીની ધરપકડ કરેલ છે આ ગુનામાં હાલમાં એલસીબીની ટીમે ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. 

મોરબીના રફાળેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલ બાલાજી એન્ટરપ્રાઇઝ નામના ગોડાઉન ખાતેથી બનાવટી ઇગ્લીશ દારૂ બનાવવાની ફેકટરી અગાઉ પકડાઈ હતી ત્યારે મુદામાલ તથા તૈયાર કરેલ ઇંગ્લીશ દારૂની બોટલો વિગેરે મુદામાલ તથા કુલ ૧૧ આરોપીઓ પકડ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધવામાં આવ્યો હતો જેની તપાસ એલસીબીના પીએસઆઈ કે.એચ. ભોચીયાને સોપવામાં આવેલ હતી. આ ગુનાની તપાસમાં આજ સુધીમાં કુલ મળીને 22 જેટલા આરોપીઓની ધરપકડ પોલીસ સમયાંતરે કરેલ છે. 

આ તપાસના કામે બનાવટી ઇગ્લીંશ દારૂની ફેકટરીમાં બનાવટી દારૂ બનાવનાર દિપકકુમાર સુરેન્દ્રકુમાર પાંડે, બનાવટી ઇંગ્લિશ દારૂ બનાવવામાં રો મટીરીયલ સ્પલાય કરનાર દિનેશ જગદિશ ગોયેલ તેમજ ગોડાઉન ભાડે આપનારા ગોડાઉનના માલીક સહિતના આરોપીઓને પકડીને પોલીસે કાર્યવાહી કરી હતી જો કે, આ ગુનાની તપાસમાં ગોંડલની ગુજસીટોકના આરોપી સુધી રેલો પહોચ્યો છે અને હાલમાં વધુ એક આરોપીને પકડવામાં આવેલ છે. 

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ મયંક પંડ્યાની સૂચના મુજબ પીએસઆઇ કે.એચ.ભોચીયા અને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ ગુનામાં ગોંડલના કુખ્યાત નિખિલ દોંગા (ગુજસીટોક) સહિતનાઓનો સમાવેશ થાય છે. ત્યારે પોલીસે માહિતી આપતા જણાવ્યુ હતું કે, નિખિલ દોંગાના ભાગીદાર એવા અજય રાયધન કુંભરવાડીયા બોરીચા (૩૨) રહે. સહકાર સોસાયટી કોઠારીયા મેઈન રોડ રાજકોટ વાળાનો ટ્રાન્સફર વોરંટ આધારે દારૂના આ ગુનામાં નામ ખુલતા કબ્જો લેવામાં આવ્યો છે. અને હાલ તે દિશામાં આગળની તપાસ ચાલુ છે.

 વધુમાં એલસીબી પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગોંડલના નિખિલ દોંગા સહિતની જે ગેંગ હતી તેમાં અજય રાયધન કુંભારવાડીયા પણ પાર્ટનર તરીકે હતો અને તેઓ દ્વારા હરિયાણાના હિસાર વિસ્તારના "જોન" નામના શખ્સની સાથે મળીને મોરબીના રફાળેશ્વર ગામ પાસે ડુપ્લીકેટ દારૂ બનાવવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. હાલ આ ગુનામાં 22 જેટલા ઈસમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે અને હજુ આ ગુનામાં એક-બે ઈસમોને પકડવાના બાકી હોવાનું પોલીસ દ્રારા જણાવવામાં આવેલ છે.






Latest News