ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના વજેપરમાં અગાઉ ભાઈએ કરેલ કેસ પાછો ખેંચી લેવા યુવાનને તલવાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: સામસામી ફરિયાદ


SHARE







મોરબીના વજેપરમાં અગાઉ ભાઈએ કરેલ કેસ પાછો ખેંચી લેવા યુવાનને તલવાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી: સામસામી ફરિયાદ

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા યુવાનના ભાઈએ અગાઉ ફરિયાદ કરી હતી જે બાબતનો કેસ પાછો ખેંચી લેવા માટે થઈને યુવાનને તલવાર જમીન ઉપર પછાડીને ડરાવવા ધમકાવવામાં આવ્યો હતો અને ગાળો આપવામાં આવી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલ છે જેથી કરીને યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યારે સામાપક્ષેથી વાહનમાં નુકસાન અંગેની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વજેપર શેરી નં-19 માં રહેતા અરવિંદભાઈ ડાયાભાઈ પરમાર (40)એ હાલમાં ગીરીશભાઈ નારણભાઈ રહે. વજેપર શેરી નં-15 અને એક અજાણ્યા માણસની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ફરિયાદી પોતાના ઘર પાસે હતા ત્યારે ગિરીશભાઈ અને તેની સાથે આવેલા અજાણ્યા માણસે ફરિયાદીના ભાઈએ વર્ષ 2017 માં કરેલ કેસ પાછો ખેંચી લેવા માટે થઈને આરોપી ગીરીશભાઈએ કહ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેની પાસે રહેલ શખ્સે તલવાર જમીન ઉપર પછાડી તથા ગાળો આપીને ડરાવવા ધમકાવેલ હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે

તો સામા પક્ષેથી ગીરીશભાઈ નારણભાઈ કંઝારીયા (25)એ હાલમાં પ્રભુભાઈ પરમાર, પાંચાભાઇ પરમાર, જગાભાઈ પરમાર, મુન્નાભાઈ પરમાર અને પ્રકાશભાઈ પરમાર રહે. બધા વજેપર શેરી નં-19 વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદી તથા તેનો મિત્ર પ્રદીપ તથા તેના કાકાના દીકરા સુમિત સાથે ફરિયાદીના બાઈક નંબર જીજે 36 એબી 2977 લઈને વજેપર શેરી નં-19 માંથી ઢોકળાનું મશીન લેવા માટે થઈને જતા હતા ત્યારે ફરિયાદી સામે અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખી પ્રભુભાઈ જોઈ જતા તેના હાથમાં લાકડાનો ધોકો લઈને આવ્યા હતા અને પાંચાભાઇ, મુન્નાભાઈ અને જગાભાઈ ત્યાં આવીને ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ યુવાન ત્યાંથી જતો રહેતા ફરિયાદીનો મિત્ર ત્યાં બાઈક ઉપર બેઠેલ હોય પાંચે આરોપીઓએ ફરિયાદીના મિત્ર પ્રદીપને બાઇકમાંથી નીચે ઉતારીને બાઈકમાં નુકસાની કરી હતી જેથી હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News