ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી ખાતે સ્વર્ગસ્થ દામજીભાઈ અવચરભાઈ હડિયલના સ્મરણાર્થે મફત નેત્રમણી કેમ્પ યોજાયો


SHARE











મોરબી ખાતે સ્વર્ગસ્થ દામજીભાઈ અવચરભાઈ હડિયલના સ્મરણાર્થે મફત નેત્રમણી કેમ્પ યોજાયો

મોરબીમાં શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ અને હરિહર અન્નક્ષેત્ર મોરબી દ્વારા કંડલા બાયપાસ રોડ પર આવેલ શ્રીકૃષ્ણ હોલ ખાતે નેત્રમણી નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન કરેલ હતું.  આ કેમ્પનું મુખ્ય આયોજન સેવા મૂર્તિ જમનાદાસજી (રામને ભજી લ્યો) હરિહર અન્ન ક્ષેત્ર મોરબીના સ્થાપક અને એલ.ડી. હડિયલ (રિટાયર્ડ ગવર્મેન્ટ એન્જિનિયર) દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ ધાર્મિક આગેવાનો ઉપસ્થિત રહેલ હતા. આ કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ કેમ્પમાં જરૂર મુજબના તમામ દર્દીઓને ફ્રીમાં મોતિયાનું ઓપરેશન કરી નેત્રમણી બેસાડી દેવામાં આવશે તેમજ ઓપરેશનનો તમામ ખર્ચ તેમજ આવવા જવાના અને રહેવા જમવાનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા ભોગવવામાં આવશે. હરિહર અન્નક્ષેત્ર મોરબીના સ્થાપક જમનાદાસજીએ જણાવેલ છે કે દર મહિનાની ૧૯ તારીખે ક્રિષ્ના હોલ ખાતે નેત્રમણી કેમ્પ યોજાશે.






Latest News