મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ખાતે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના જેતપર ખાતે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે અને તેના ભાગરૂપે અન્વયે ૧૭ સપ્ટેમ્બરના રોજ મોરબી તાલુકામાં જેતપર ગામે જેતપર કુમાર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરઘી, ડીડીઓ સહિતના અધિકારીઓએ હાજર રહ્યા હતા અને રાજય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવાના હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજય સરકારની સેવાઓ સાથે સંલગ્ન વિભાગોના સ્થાનિક તાલુકાના અધિકારીઓ દ્વારા નિકાલ કરી શકાય તે હેતુ ધ્યાને લઇ સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમ (ગ્રામ્ય) દસમો તબક્કાનું આયોજન કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે  મોરબીના જેતપર ગામે કુમાર પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો જેનો રાપર, પીલુડી, અણીયારી, બહાદુરગઢ, સાપર, વાઘપર, જેતપર, જસમતગઢ, ગુંગણ, જીવાપર ચકમપર રંગપર, ગાળા, સહિતના લોકોએ લાભ લીધેલ હતો.






Latest News