મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સ પાસેથી પોલીસે ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા


SHARE







મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરાઉ બાઇક સાથે પકડાયેલ શખ્સ પાસેથી પોલીસે ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા

મોરબી તાલુકાના મકનસર અને રફાળેશ્વર ગામે ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરીની ફરિયાદ નોંધાઈ તેની ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે ત્રણ ચોરાઉ બાઈકની સાથે એક આરોપીની ધરપકડ કરેલ છે અને આરોપીને હાલમાં મોરબી તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

મોરબી તાલુકાના મકનસર ગામે આવેલ ગોકુલનગર સોસાયટીમાં રહેતા અલ્પેશભાઈ જયંતીભાઈ નિમાવત (34)એ તેના ઘર પાસે પોતાનું બાઈક નંબર જીજે 3 સીબી 1760 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ હતી તેવી જ રીતે રફાળેશ્વર ગામે રહેતા જગદીશભાઈ નટવરલાલ જાની (44)એ તેના ઘર પાસે બાઈક નંબર જીજે 3 એપી 2781 પાર્ક કરીને મૂક્યું હતું. જે 30 હજાર રૂપિયાની કિંમતના બાઈકની ચોરી કરવામાં આવી હતી જે બંને ફરિયાદ નોંધાઈ તેની ગણતરીની કલાકોમાં જ એલસીબીની ટીમે રફાળેશ્વર પાસેથી નંબર પ્લેટ વગરનું બાઇક લઈને નીકળેલા શખ્સને  રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળેલ ન હતો જેથી કરીને વધુ પૂછપરછ કરવામાં આવતા તેની પાસે રહેલ બાઇક ચોરી કરીને મેળવેલ હોવાનું સામે આવ્યૂ હતું જેથી કરીને પોલીસે આરોપી આરોપી અશોક ગાંડુભાઈ ઉઘરેજા (35) રહે. નવા વઘાસિયા તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી મકનસર અને રફાળેશ્વર ગામેથી ચોરી થયેલ બે બાઇક ઉપરાંત કુલ ત્રણ ચોરાઉ બાઇક જેની કુલ કિંમત 65 હજારનો મુદામાલ કબજે કરેલ છે 






Latest News