મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ


SHARE







મોરબીમાં અનુપમ-અંકુર સોસાયટીના રોડ ઉપર ઉભરાતી ગટરથી ત્રાહિમામ લોકોએ કર્યો ચક્કાજામ

મોરબીના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં છેલ્લા ઘણા દિવસોથી ભૂગર્ભ ગટર ઉભરાઇ રહી છે જેની વારંવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવેલ છે તો પણ પ્રશ્ન ઉકેલાયેલ નથી જેથી કરીને ત્રાહિમામ પોકારી ગયેલા સ્થાનિક લોકોએ શનાળા રોડ ઉપર ચક્કાજામ કર્યો હતો ત્યાર બાદ ચીફ ઓફિસર ત્યાં દોડી આવ્યા હતા અને તેને પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપી હતી. જેથી લોકોએ હાલ પૂરતો રાહતનો શ્વાસ લીધેલ છે જો કે, પ્રશ્ન કયારે ઉકેલાશે તે તો સમય બતાવશે.

મોરબી શહેરના શનાળા રોડે આવેલ અનુપમ-અંકુર સોસાયટીમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છેલ્લા ઘણા સમયથી છે જો કે, તેની પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ તેનો ઉકેલ આવતો નથી અને તે વિસ્તારમાં મચ્છરજન્ય રોગચાળો ફેલાઈ તેવી શક્યતા છે જેથી લોકોમાં પાલિકા સામે ભારોભાર આક્રોશ છે તેવામાં સ્થાનિકો મહિલાઓ સહિતના લોકોએ ગુરુવારે શનાળા રોડે ચક્કાજામ કર્યો હતો. જેથી કરીને પાલિકાની ટીમો અને ચીફ ઓફિસર ત્યાં આવ્યા હતા અને લોકોની સાથે વાત કરીને તેઓની સમસ્યાને ઉકેવાની ખાતરી આપેલ હતી. જો કે, આ લોકોની સમસ્યાનો કાયમી નિકાલ આવશે કે નહીં તે તો આગામી સમય જ બતાવશે.






Latest News