મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજના તાલીમાર્થીઓને ધારાસભ્યના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ


SHARE











મોરબીમાં પીએમ વિશ્વકર્મા યોજના તાલીમાર્થીઓને ધારાસભ્યના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ

સરકાર દ્વારા પીએમ વિશ્વકર્મા યોજના અમલમાં મૂકવામાં આવેલ છે અને તે અંતર્ગત મોરબીમાં 350 જેટલા તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી જે તમામને સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ આજે મોરબીના ધારાસભ્યની હાજરીમાં રાખવામા આવેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં એ.કે. પટેલ હોલ ખાતે આજે મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અધ્યક્ષ સ્થાને પીએમ વિશ્વકર્મા યોજનાના તાલીમાર્થીઓના સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબીના અર્પિત મહિલા ટ્રસ્ટના રંજનબેન ભાયાણી સહિતના આગેવાનો અને અધિકારીઓએ હાજર રહ્યા હતા અને ત્યારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ ભારત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ પીએમ વિશ્વકર્મા યોજના નાના માણસો માટે ખૂબ જ ઉપયોગી છે અને વિવિધ ટ્રેડમાં તાલીમ લઈને તાલીમાર્થીએ પરીક્ષા આપવાની હોય છે આ તાલીમ માટે સરકાર તરફથી 4000 નું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે અને ત્યાર બાદ વ્યવસાય માટે જરૂરી કીટ અને રૂપિયા એક લાખ સુધીની લોન પણ આપવામાં આવે છે અને સમયાંતરે વધુમાં વધુ 6 લાખ સુધીની લોન લાભાર્થીને મળી શકે છે. જે ભવિષ્યમાં લાભાર્થીને આત્મ નિર્ભર બનવા માટે મદદરૂપ બનશે.






Latest News