મોરબીમાં ચોરીના ગુનામાં પકડાયેલા ચોકીદારના એપાર્ટમેન્ટના પ્રમુખની સામે ગુનો નોંધીને કાર્યવાહી !
Morbi Today
મોરબીમાં ગ્રાહકે કરેલ કેસ બાદ વીમા કંપનીએ ૧.૯૫ લાખ ચુકવ્યા
SHARE
મોરબીમાં ગ્રાહકે કરેલ કેસ બાદ વીમા કંપનીએ ૧.૯૫ લાખ ચુકવ્યા
મોરબીના વતની હિતેષભાઈ જેન્તીલાલ ત્રિવેદીના દર્મપત્ની જ્યોતિબેન પગના ઘુંટણનું ઓપરેશન સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટમા કરાવેલું હતું તેનો મેડીકલ વીમો સ્ટાર હેલ્થ & ઇન્સ્યોરન્શ કંપનીનો હતો અને વીમા કંપનીએ પોલીસીની શરતોનું ખોટુ અર્થ ઘટન કરી વીમો ચૂકવવાની ના પાડેલહતી જેથી કરીને હિતેષભાઈએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમા કેસ કરવામાં આવેલ હતો અને ગ્રાહક અદાલતે વીમા કંપનીને ૧,૯૫,૦૪૩ ની રકમ ચૂકવવા આદેશ કરેલ છે અને તે ચેક મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને મંત્રી રામભાઈ મહેતાના હસ્તે તેઓને આપવામાં આવેલ છે









