ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીના નારણકા ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં


SHARE







મોરબીના નારણકા ગામે ખેતરમાં દવાનો છંટકાવ કરતા યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં

મોરબી તાલુકાના નારણકા ગામની સીમમાં ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાના કારણે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે નારણકા ગામની સીમમાં વિપુલભાઈની વાડીએ દવાનો છંટકાવ કરતા સમયે મોરબીના ખેવારીયા ગામે રહેતા રામનંદનભાઈ કનૈયાલાલ પરમાર (40)  નામના યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જે બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી

બાળકી સારવારમાં

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામેથી કુંતાસી બાઈકમાં બેસીને જઈ રહેલ લક્ષ્મીબેન માવજીભાઈ (7) નામની બાળકી મોરબી તાલુકાના હજનારી ગામ પાસે વળાંકમાં બાઈકમાંથી પડી જતા તેને ઇજા થઈને ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દવા પી જતાં સગીર સારવારમાં

મોરબીના હાઉસિંગ બોર્ડમાં રહેતા મહેશભાઈ ચૌહાણનો 16 વરસનો દીકરો મેહુલ કોઈ કરણોસર કોક્રોચ મારવાની દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે

મારા મારીમાં ઇજા

મોરબીના રાજપર ગામે રહેતા મહેશભાઈ અમૃતભાઈ રાવલ (24) નામના યુવાનને સદગુરુ મિલ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવી હતી.






Latest News