મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના મયુરનગરમાં જુગારની રેડ પડતાં નાસભાગ: ચાર શખ્સ 24,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર


SHARE







હળવદના મયુરનગરમાં જુગારની રેડ પડતાં નાસભાગ: ચાર શખ્સ 24,200 ની રોકડ સાથે પકડાયા, બે ફરાર

હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગારીઓમાં નાશભાગ મચી ગયેલ હતી. જો કે, પોલીસે ચાર શખ્સોની 24,200 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા બે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મયુરનગર ગામની સીમમાં ધુળકોટ તરફ જવાના રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખસોમાં નાસભાગ મચી ગઈ હતી દરમિયાન સ્થળ ઉપરથી પોલીસે રમેશભાઈ બાબુભાઈ ભોજયા (56) રહે. જુના ઘાટીલા, શૈલેષભાઈ મહાદેવભાઇ માલાસણા (45) રહે. ફૂલછાબ સોસાયટી મોરબી, મનોજભાઈ પોપટભાઈ લુહાર (55) રહે. ટીકર રોડ રાધે સોસાયટી હળવદ અને નિલેશભાઈ સવજીભાઈ અગેચાણીયા (40) રહે. અમરેલી ગામ તાલુકો મોરબી વાળા જુગાર રમતા પકડાયા હતા. જેની પાસેથી પોલીસે 24,200 ની રોકડ કબજે કરી હતી. જોકે પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં બટુકભાઈ મગનભાઈ કોળી અને પ્રકાશભાઈ પોલાભાઈ કોળી રહે. બંને રાયસંગપુર તાલુકો હળવદ વાળા હોવાનું સામે આવતા પોલીસે હાલમાં છ શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો કર્યો છે અને નાસી છૂટેલા બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

યુવતી હેમખેમ મળી આવી

મોરબીમાં ગ્રીનચોક પાસે આવેલ મોટી હનુમાન શેરીમાં રહેતા પ્રીતેશભાઇ ભરતભાઈ દોશી (26)ની બહેન રિદ્ધિબેન ભરતભાઈ દોશી (23) ગત તા. 22/4/2023 ના રોજ સવારે 9:00 વાગ્યે ઘરેથી શાક લેવા જવાનું કહીને નીકળી હતી. ત્યાર બાદ તે ગુમ થઈ ગઈ હતી જેથી કરીને યુવતીને શોધવા માટે પરિવારજનો અને પોલીસ કવાયત કરી રહ્યા હતા. તેવામાં તે યુવતી સહી સલામત મળી આવેલ છે. જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને તે યુવતીને તેની માતા સાથે જવું હોય યુવતીને તેની માતા સાથે પોલીસે મોકલી આપેલ છે






Latest News