મોરબીના વાવડી રોડ રહેતી મહિલા ઉપર પ્રેમસંબંધની શંકા રાખીને ઘરમાં ઘૂસીને માર માર્યો, ધમકીઓથી કંટાળીને મહિલાની માતાએ કર્યો આપઘાત: 5 મહિલા સહિત 6 સામે ગુનો નોંધાયો વાંકાનેરમાં દુકાનની અંદર ગેરકાયદે ગેસના બાટલાનું રિફીલિંગ કરતા વેપારીની ધરપકડ મોરબીના લાલપર ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને બાઈક ચાલકે હડફેટે લેતા પગમાં ફ્રેક્ચર મોરબીમાં માધાપર ઝાંપા પાસે ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ પકડાયા મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ દારૂની રેડમાં 85 બોટલ દારૂ ઝડપાયો અપમૃત્યુના બે બનાવ: મોરબી નજીક મશીનમાં હાથ આવી જવાથી ઇજા પામેલ યુવાનનું મોત, કંસારા શેરીમાં ઘરમાં પડી ગયેલ વૃદ્ધનું સારવારમાં મોત મોરબીના યુવાનનું સાયલા નજીક માર્ગ અકસ્માતમાં કરૂણ મૃત્યુ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવા પીજીવીસીએલની ટીમ ખડે પગે


SHARE













મોરબી જિલ્લામાં વીજ પુરવઠો યથાવત કરવા પીજીવીસીએલની ટીમ ખડે પગે

રેડ એલર્ટના પગલે મોરબી જિલ્લામાં છેલ્લા દિવસોમાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે જન જીવન ખોરવાયું હતું. વીજ તાર તૂટવાના અને વીજપોલ ધરાશાઇ થવાના પગલે જિલ્લાના કેટલાક ફીડરો હેઠળના સ્થળોએ વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો હતો. ચાલુ વરસાદે પણ પીજીવીસીએલના કર્મચારીઓ વીજ પુરવઠો ચાલુ રહે તે માટે શક્ય તેટલા પ્રયાસો કરી રહ્યા હતા. આજ સવાર સુધીમાં લગભગ તમામ સ્થળોએ વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સ્થળોએ વોટર લોગિંગના કારણે વીજ પુરવઠો શરૂ કરી શકાયો નથી અને ખાસ કરીને માળીયા વિસ્તારના ગામોમાં જ્યાં પાણીના ભારે પ્રવાહના કારણે વીજપોલ ધરાશાઈ થતા તેમજ વીજતાર તૂટી જતા જે વીજ પુરવઠો ખોરવાયો હતો તેને પણ હાલ ફરી શરૂ કરી દેવા માટેની જહેમત કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહી છે. પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે આ થાંભલાઓ ઉભા કરી વીજ તાર જોડીને વીજ પુરવઠો ફરી શરૂ કરી દેવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે






Latest News