મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ


SHARE













મોરબી કચ્છ નેશનલ હાઇવે 48 કલાક પછી પણ ભારે વાહનો માટે બંધ, નાના વાહનોની અવાર જવર શરૂ કરાઇ

મોરબી થી કચ્છ તરફ જવાનો નેશનલ હાઇવે મંગળવારે સવારે 10 વાગ્યાથી બંધ થયેલ છે અને હાઈવે ઉપર મચ્છુ નદીના પાણી ફરી વળ્યા હતા જેથી રોડનો એક ભાગ તૂટી ગયેલ છે અને આ રોડ વહેલા વહેલી તકે ચાલુ કરવામાં આવે તેના માટે રાજ્યના કેબિનેટ મંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ અધિકારીઓને સૂચના આપેલ છે ત્યારે આ રોડ છેલ્લા 48 કલાકથી ભારે વાહનો માટે બંધ છે જો કે, આજે સવારથી નાના વાહનોની અવાર જવર એક સાઈડનો રસ્તો ચાલુ છે તેના ઉપરથી શરૂ કરવામાં આવેલ છે. અને જે બાજુનો રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવા માટે રોડ બંધ કરવો પડે તેવી શક્યતા છે જેથી કરીને કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.

મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો જેથી કરીને ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને નદી નાલા પણ છલકાઈ ગયા છે ત્યારે જો વાત કરીએ મોરબીના મચ્છુ એકમચ્છુ બે અને મચ્છુ ત્રણ ડેમ ઓવરફ્લો થવાના કારણે મચ્છુ નદીનું પાણી મોરબી થી કચ્છ તરફ જવાના નેશનલ હાઈવે રોડ ઉપર મંગળવારે ફરી ગયુ હતું અને ચાર ફૂટ જેટલું પાણી નેશનલ હાઈવે રોડ ઉપરથી પસાર થતું હતું અને મંગળવારે સવારે 10 વાગ્યાથી પાણીનું વહેણ નેશનલ હાઈવે રોડ ઉપર આવી ગયું હતું અને બુધવારે બપોરે 2:00 વાગ્યા સુધી પાણી નેશનલ હાઈવે રોડ ઉપર હતું. જો કે, રસ્તા ઉપર એક સાઈડથી નાના વાહનોને પસાર કરી શકાય તેમ હતું.

મોરબી કચ્છ હાઇવે લગભગ 48 કલાકથી ભારે વાહનો માટે બંધ રાખવામા આવેલ છે. અને લગભગ 32 કલાક જેટલા સમય સુધી મચ્છુ પાણીનો પ્રવાહ રોડ ઉપરથી પસાર થયો હોવાના કારણે નેશનલ હાઈવે રોડના ભુકા બોલી ગયા છે અને મોટા ગાબડા પડી ગયા છે જેથી કરીને એક સાઈડનો રોડ તૂટી ગયો છે જોકે એક સાઇડની સિંગલ પટ્ટી સલામત હોય ત્યાંથી નાના વાહનો વહેલા વહેલી તકે પસાર થઈ શકે તે માટે સ્થળ ઉપર બુધવારે વિઝીટમાં આવેલા મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી અને કેબિનેટ મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાએ મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો અને અધિકારીઓને સાથે રાખીને પહેલા પોતાની ગાડી ત્યાંથી પસાર કરી હતી

અત્રે ઉલેખનીય છેકે, જે રોડ તૂટી ગયેલ છે તેને રીપેર કરવામાં સમય લાગે તેવી શ્ક્યતા છે જેથી કરીને આ રોડ બંધ રાખવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવશે તેવું પણ અધિકારી સૂત્રો પાસેથી જાણવા મળેલ છે. અને ગઇકાલે મંત્રીએ તેની ગાડી ત્યાંથી પસાર કરી ત્યાર બાદ મંત્રી દ્વારા અધિકારીઓને આ રોડ ઝડપથી શરૂ કરવા માટેની સૂચના આપેલ હતી જેથી હાલમાં નાના વાહનો જેવા કે બાઇક, કાર, ટ્રેક્ટર રિક્ષા વિગેરે જેવા વાહનોની ધીમીધારે નેશનલ હાઇવે રોડ ઉપર અવાર જવર શરૂ કરવામાં આવેલ છે જો કે, ભારે વાહનો માટે હજુ પણ રોડ બંધ જ છે






Latest News